ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી શિમલા પહોંચ્યા છે. મુખ્યપ્રધાન જયરામ ઠાકુર અને પ્રધાનમંડળના અન્ય સદસ્યોએ અનાડેલ ખાતે તેમનું સ્વાગત કર્યું છે.

તેઓ દિલ્હીથી પરિવાર સાથે હેલિકોપ્ટરથી ચંદીગઢ પહોંચ્યા હતા. ત્યાંથી રાજ્ય સરકારના હેલિકોપ્ટરથી તેઓ અનાડેલ પહોંચ્યા હતા.
Himachal Pradesh: Senior BJP leader LK Advani and his daughter arrive in Shimla. They are on a week-long visit to the city. pic.twitter.com/XQCDebdYFG
— ANI (@ANI) June 22, 2019
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત બાદ તેઓ મશોબરામાં રોકાશે. અહીં તેઓ 28 જૂન સુધી રહેવાના છે. તેમના પુત્રી પ્રતિભા અડવાણી પણ તેમની સાથે આવ્યા છે.
દિલ્હીની ગરમીમાંથી રાહત મેળવવા માટે ભાજપના વરિષ્ઠ નેતા હિલ્સ ક્વિન ખાતે આવ્યા છે.
28 જૂને તેઓ રાજ્ય સરકારના હેલિકોપ્ટરથી ચંદીગઢ પાછા ફરશે. ચંદીગઢથી તેઓ અન્ય હેલિકોપ્ટર દ્વારા દિલ્હી રવાના થશે. અડવાણી ઘણાં વર્ષો પછી શિમલા આવ્યા છે.
