લાલુ યાદવ, પપ્પૂ યાદવ, સંગીત સોમ, ચિરાગ પાસવાન, રુડી, સુરેશ રાણાની સુરક્ષામાં કરાયો ઘટાડો
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશના ઘણાં મોટા નેતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુરક્ષાની સમીક્ષા કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આદેશ પ્રમાણે, આરજેડી પ્રમુખ લાલુ યાદવ, બીએસપીના સાંસદ સતીષચંદ્ર મિશ્રા, યુપી બાજપના નેતા સંગીત સોમ, ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રુડીની સુરક્ષા ઘટાડવામાં આવી છે. તેના સિવાય કેન્દ્ર સરકારે યુપી સરકારના પ્રધાન સુરેશ રાણા, એલજેપીના સાંસદ ચિરાગ પાસવાન, ભૂતપૂર્વ સાંસદ પપ્પૂ યાદવની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.
ગૃહ મંત્રાલયે સીઆરપીએફની સુરક્ષા મેળવનારા નેતાઓના સુરક્ષા કવરની સમીક્ષા કરી છે. નિર્ણય પ્રમાણે, બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને આરજેડીના પ્રમુખ લાલુપ્રસાદ યાદવની સુરક્ષા ઘટાડવામાં આવી છે. લાલુ યાદવને હવે કેન્દ્રની સુરક્ષા નહીં મળે. લાલુ યાદવ સિવાય ભાજપના નેતા રાજીવ પ્રતાપ રુડીની પણ સુરક્ષા ઘટાડવામાં આવી છે અને તેમને હવે કેન્દ્રની સુરક્ષા નહીં મળે. તેમના સિવાય બીએસપીના રાજ્યસભાના સાંસદ સતીષચંદ્ર મિશ્રાની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે.
યુપી સરકારના પ્રધાન સુરેશ રાણાને કેન્દ્ર દ્વારા આપવામાં આવેલી સુરક્ષા પાછી લેવામાં આવી છે. ભાજપના ધારાસભ્ય સંગીત સોમની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે. એલજેપીના સાંસદ ચિરાગ પાસવાની સુરક્ષા ઘટાડીને સીઆરપીએફની આપવામાં આવેલી સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે. હવે તેમને વાય કેટેગરીની સુરક્ષા મળશે. રાજેશ રંજન ઉર્ફે પપ્પૂ યાદવની સુરક્ષા પણ ઘટાડવામાં આવી છે.