- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી દેશમાં સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરી શકાશે
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયએ આ માટેની વિસ્તૃત માર્ગરેખા કરી જાહેર
- શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો-વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવી અનિવાર્ય
દેશમાં માર્ચ મહિનામાં કોરોનાનું સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું જેને પગલે દેશની દરેક સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું. જો કે હવે અનલોક દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ માટે 21 સપ્ટેમ્બરથી સ્વૈચ્છિક ધોરણે શાળાઓ શરૂ કરવાની વિસ્તૃત માર્ગરેખા જાહેર કરી છે. જે શાળાઓ શૈક્ષણિક કાર્ય શરૂ કરવા ઇચ્છુક હોય તેઓએ શાળાના મુખ્ય દરવાજા પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું તાપમાન માપવા થર્મલ ગન્સ રાખવાની રહેશે.
Govt is following a phase-wise unlocking of activities. In days to come, this would involve partial resumption of activities in schools for students of classes 9-12 on a voluntary basis, for taking guidance from their teachers. This would be allowed from Sept 21: Health Ministry pic.twitter.com/QZjkVUDHBx
— ANI (@ANI) September 8, 2020
This SOP outlines various generic precautionary measures to be adopted in addition to specific measures
to be taken when schools are permitting students (for 9th to 12th class) to prevent the spread of COVID-19: Ministry of Health and Family Welfare pic.twitter.com/BzSUwTROzp— ANI (@ANI) September 8, 2020
શાળાઓએ નીચેની ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે.
- શાળાઓ ખોલતા પહેલાં વર્ગોનું સંપૂર્ણ સેનેટાઇઝેશન કરવાનું રહેશે
- શાળામાં 1 % હાઇપોક્લોરાઇટ સોલ્યુશન્સ, આલ્કોહોલ વાઇપ્સ અને સેનિટાઇઝર્સ રાખવા અનિવાર્ય
- ક્વોરન્ટાઇન સેન્ટર્સમાં રૂપાંતર કરાયેલી શાળાના સંકુલની વ્યાપક સફાઇ કરવી પડશે
- શાળાઓ 50 ટકાની ક્ષમતાએ કાર્ય કરશે અને ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે
- ધો.9 થી 12ના વિદ્યાર્થીઓ પાસે સ્વૈચ્છિક ધોરણે વર્ચ્યુઅલી કે હાજરી આપીને શિક્ષણ મેળવવાનો વિકલ્પ રહેશે
- શાળામાં હાજરી આપવા વિદ્યાર્થી પાસે માતાપિતાની લેખિત મંજૂરી જરૂરી બનશે
- હવામાન સારું હોય તો બંધ વર્ગોને બદલે ખુલ્લી જગ્યામાં શિક્ષણ હિતાવહ રહેશે
- શાળાની અંદર કેન્ટિન અને મેસ બંધ રહેશે
- રમતગમતની પ્રવૃત્તિઓ કે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન નહીં કરી શકાય
તે ઉપરાંત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ માટે દરેક સ્થિતિમાં માસ્ક ફરજીયાત રહેશે. દરવાજાના હેન્ડલ, દાદરાની રેલિંગ, ખુરશીઓ, બેન્ચ, વોશરૂમની અંદરની એક્સેસરીઝ હાઇપોક્લોરાઇટ સોલ્યુશનથી સ્વચ્છ કરવાની રહેશે.
Students of class 9-12 will be permitted to visit their school on voluntary basis for taking guidance from teachers. It'll be subject to written consent of their parents/guardians. Such visits & teacher-student interaction must be organized in a staggered manner: Health Ministry pic.twitter.com/QfTItiANxw
— ANI (@ANI) September 8, 2020
નોંધનીય છે કે શાળાઓને શૈક્ષણિક સામગ્રી, કમ્પ્યુટર્સ, લેપટોપ્સ, પ્રિન્ટર્સને ૭૦ ટકા આલ્કોહોલ ધરાવતા વાઇપ્સની જંતુમુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પીવાના પાણી તેમજ હાથ ધોવાના સ્થાન, વોશરૂમ્સ વગેરેની વ્યાપક સફાઈ કરવા જણાવાયું છે.
(સંકેત)