સાહીન મુલતાની-
સામગ્રી
- 250 ગ્રામ – સુકા લીલા રંગના વટાણા
- 100 ગ્રામ – બેસનની સેવ અથવા ગાઠીંયા
- 2 નંગ – જીણા સમારેલા ટામેટા
- 5 થી 10 નંગ – કઢી પત્તા
- 1 ચમચી – રાય
- 1 ચમચી – લીબુંનો રસ
- 2 ચમચી – આદુ, લીલા મચરા અને લસણની પેસ્ટ
- 1 ચમચી – લાલ મરચાનો પાવડરટ
- અડધી ચમચી – હિંગ
- અડધી ચમચી – હરદળ
- અડધી ચમચી – ગરમ મસાલો
- અડધી ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- ગાર્નિશ માટે – લીલા ધાણા, ડુંગરી – જીણી સમારેલી
સૌ પ્રથમ સુકા વટાણાને 8 થી 10 કલાક સુધી પાણીમાં પલાળી રાખો, ત્યાર બાદ તેને બાફી લો.વટાણા બરાબર બફાવા જોઈએ તે ખાસ ધ્યાન રાખવું.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાય ફોડી લો, હવે તેમાં કઢી પત્તા , હિંગ અને જીરુ નાખીને લાલ થવાદો, હવે તેમાં આદુ-લસણ-મરચાની પેસ્ટ, ટામેટા,હરદળ અને મીઠૂં નાખીને બરાબર સાંતળવા દો, હવે ટામેટા બરાબર સંતાળ જાય એટલે તેમાં લાલ મરચાનો પાવડર , વાટેલો ગરમ મસાલો નાખીને બરાબર થવા દો, આ મસાલામાં એક ચમચી જેટલા લીલા ઘાણા પણ એડ કરો, મસાલો બરાબર કસી જાય એટલે તેમાં બાફેલા વટાણા અને લીંબુનો રસ એડ કરી લો, વટાણા નાખ્યા બાદ 5 થી 10 મિનિટ મસાલામાં બરાબર થવા દો , ત્યાર બાદ તેમાં 2 ગ્લાસ પાણી એડ કરીને બરાબર સેવ ઉસળને ઉકાળવો દો, હવે વટાણા અને પાણી બરાબર મિક્સ થઈ જાય અને થોડુ ઘાટ્ટુ થાય એટલે ગેસ બંધ કરીને ગેસ પરથી કઢાઈ ઉતારી લો.
હવે જ્યારે બાઉલમાં તમે સેઉ ઉસળ સર્વ કરો ત્યારે તેના પર લીલા ઘાણા, જીણી સમારેલી ડુંગરી અને સેવ એડ કરીને પછી સર્વ કરવું. જો તમને સેવના ઓપઅશનમાં ગાઠીંયા પસંદ હોય તો તે એડ કરી શકો છો.