1. Home
  2. revoinews
  3. જાણીતા શો ‘મહાભારત’માં ઈન્દ્ર તરીકે જાણીતા બનેલા એક્ટર સતીષ કૌલનું 74 વર્ષની વયે નિધન
જાણીતા શો ‘મહાભારત’માં ઈન્દ્ર તરીકે જાણીતા બનેલા એક્ટર સતીષ કૌલનું 74 વર્ષની વયે નિધન

જાણીતા શો ‘મહાભારત’માં ઈન્દ્ર તરીકે જાણીતા બનેલા એક્ટર સતીષ કૌલનું 74 વર્ષની વયે નિધન

0
Social Share
  • મહાભારતમાં ઈન્દ્રનો રોલ પ્લે કરનારા સતીષ કૌલનું નિધન
  • 74 વર્ષની વયે કોરોનાના કારણે થયું મોત

મુંબઈ – ખૂબજ જાણીતા તથા પંજાબી ફિલ્મના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા એવા કલાકાર સતીશ કૌલનું 74 વર્ષની ઉંમરે કોરોનાના કારણે નિધન થયું છે.સતીશ કૌલે  કે તેમણે સેંકડો ફઇલ્મ કરી હતી આ સાથે જ તેમણે સિરિયલ ‘મહાભારત’માં ઈન્દ્રનો રોલ પ્લે કરીને દર્શકોના દીલ જીત્યા હતા. અને તેઓ ઈન્દ્ર તરીકે  નવી ઓળખ પામ્યા હતા.

સતીષ કૌલ લુધિયાણાના રહેવાસી હતા, થોડા દિવસો પહેલા તેમને તાવની ફરીયાદ હતી, ત્યાર બાદ બે દિવસો પછી તેઓની તબિયત નાજૂક જોવા મળી હતી જેથી તેમને સારવાર અર્થે  તેમની દેખભાળ કરતી નર્સ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યા તેમનો કોરોના ટેસ્ટ કરાવાયો જે પોઝિટિવ આવ્યો હતો.

ઉલ્લખેનીય છે કે ટેલિવિઝન જગતનું સતીષ કૌલ મોટૂં નામ છે છત્તાં વિતેલા વર્ષે જ્ારે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ તી ત્યારે તેમણે લોકો પાસે મદદની અપીલ કરી હતી.તેમણ તેમની પરિસ્થિતિ દર્શાવી હતી.તેમણે કહ્યું હતું કે મને એક એક્ટર તરીકે ખૂબ પ્રમે આપ્યો છે પરંતુ એક જરુરીયાતમંદ વ્યક્તિ તરીકે મને મદદની ખૂબ જરુર છે.આ સમય દરમિયાન પણ તેમની તબિયર નાદુરસ્ત રહેતી હતી ,સાથે જ દવાઓના ખર્ચા પણ એટલા જ હતા જેને લઈને તેમણે સિનેજગત સાથે સંકળાયેલા લોકોને મદદની અપીલ કરી હતી.

જો તેમના ફિલ્મની સફની વાત કરીએ તો તેમણે તેમના સમગ્ર જીવન દરમિયાન પંજાબી અને હિંદીમાં 300થી વધુ ફિલ્મમાં કામ કર્યું હતું, તેઓની જાણીતી ફિલ્મો ‘આંટી નંબર 1’, ‘પ્યાર તો હોના હી થા’, ‘ખેલ’, ‘કર્મા’ જોવા મળે છે,આ સાથએ જ તેઓ સિરિયલમાં પણ ઘણી વખત જોવા મળ્યા છે.

મહાભારત’ના પ્રોડ્યૂસર બી આર ચોપરાએ તેમને ઈન્દ્ર બનાવ્યા હતા, તેઓ તે સમય દરમિયાન કામ વગર ફરતા હતા ત્યારે તેમની મુલાકાત બીઆર ચોપરા સાથે થઈ હતી, જ્યા  તેમણે પંજાબી એક્ટર કૌલને કામ આપ્યું હતું અને ફરી તેમની ગાડી પાટા પર ચઢી હતી, જો કે ઘણો પૈસો હતો પરંતુ માતા પિતાની બિમારી અને બેહનના લગ્નમાં તેઓની સ્થિતિ કથળી હતી.તેમણે એક્ટિંગ સ્કૂલ પણ શરુ કરી હતી જો કે તેમાં તેઓ પાર્ટનર હતા પરંતુ સફળતા મળી નહોતી. ઉપરથી 20 લાખ જેવી મોટી રકમ ગુમાવવી પડી હતી જેને લઈને તેમની આર્થિક સ્થિતિ બરાબર નહોતી.

સાહિન

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code