- બીગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર
- ભારે વરસાદના કારણે રીપેરીંગ કામમાં વિલંબ
- બીગ બોસ ઓક્ટોબરમાં થશે ટેલિકાસ્ટ
મુંબઈ: રિયાલિટી શો બિગ બોસના ચાહકો માટે ખરાબ સમાચાર આવી રહ્યા છે. બિગ બોસ 2020ના ટીઝર અને પ્રોમો જોતા જો તમે આશા રાખીને બેઠા છો કે તમે વહેલી તકે આ શોના મનોરંજનની મજા માણી શકશો, તો સમાચાર ધ્યાનથી વાંચો. સલમાન ખાનનો રીયાલીટી શો બીગ બોસ14 પોસ્ટપોન્ડ કરી દેવાયો છે. સલમાન ખાનનો શો બિગ બોસ 2020 સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાનો હતો. પરંતુ બિગ બોસ 14 એક મહિના માટે પોસ્ટપોન્ડ કરી દેવાયો છે.
ચેનલ અને મેકર્સ આ શોને એક મહિના માટે આગળ ધકેલશે. કારણ કે મુંબઇમાં ભારે વરસાદના કારણે સેટ પરના રિપેરિંગ કામને નુકસાન થયું છે. વરસાદને કારણે હવે રિપેરિંગ કામમાં વિલંબ થશે. બિગ બોસનો સેટ સ્પર્ધકો માટે સંપૂર્ણ તૈયાર નથી. સેટ પર તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે. હવે આ શો ઓક્ટોબરમાં ટેલિકાસ્ટ થશે. અહેવાલ મુજબ, નિર્માતાઓ 4 ઓક્ટોબરથી આ શોને લાઇવ બનાવવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ શોના પ્રીમિયર વિશે હજી શંકા છે.
સપ્ટેમ્બરમાં બિગ બોસ સીઝન 14ની શરૂઆતને લઈને ચાહકો ઘણા ઉત્સાહિત હતા..પરંતુ હવે કોરોના સમયગાળા પછી આ શો ટેલિકાસ્ટ થશે. શોના પ્રોમોઝ રિલીઝ કરવામાં આવ્યા છે, સલમાન ખાનની સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી છે. બિગ બોસ 2020ના નામથી સીઝન 14ને ટીઝ કરવામાં આવી રહી છે. શોની સિગ્નેચર લાઇન એ છે કે ઈસ બાર સીન પલટેગા. હવે એ જોવું રહ્યું કે 2020માં નવી કઈ શૈલીમાં બિગ બોસ પ્રેક્ષકોની સામે આવે છે. શોમાં કોણ કોણ સ્પર્ધકો ઘરમાં આવશે તેના પર સસ્પેન્સ યથાવત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે આ શોમાં જાસ્મિન ભસીન, પવિત્ર પુનિયા, એજાજ ખાન અને નૈના સિંહ જોવા મળી શકે છે.
_Devanshi