અંડરવર્લ્ડ ડૉન છોટા શકીલના અંગત સંબધી ગણાતા સલીમ કૂરેશી ઉર્ફ સલીમ ફ્રૂટ મહાષ્ટ્રમાં થનારી વિધાનસભાની ચૂંટણી લડતો જોવા મળી શકે છે. સલીમ કૂરેશીના પોસ્ટરો મુંબઈના રસ્તા પર જોવા મળ્યા છે,તેના પર ખંડણીની કેટલીક ફરિયાદ નોંધાયલી છે,સલીમ માનખુર્દ શિવાજી વિધાનસાભાની સીટ પરથી ચૂંટણી લડી શકે છે તેવા સમાચાર સામે આવ્યા છે,આ સીટ પર હાલમાં સમાજવાદી પાર્ટીના અબૂ આઝમી સાંસદ છે,તેઓ સીટ પરથી પાછલી બે ટૂંટણી જીતતા આવ્યા છે.
ઈન્ડીયા ટૂડે સાથેની વાતચીત દરમિયાન કૂરેશીએ કહ્યું કે “મે ચૂંટણી લડવાનો વિચાર કર્યો છે,કેટલાક બીજા બીજા ઘણા રસપ્રદ ઉમેદવારો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઈએમ પાસેથી ટિકિટ માંગી છે ? તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, હા, બીજા ઘણા લોકો પણ પ્રયાસ કરી રહ્યા છે અને ટિકિટનો નિર્ણય હજી નક્કી નથી, મને આશા છે કે જે કંઈક થશે એ સારું થશે.”
કૂરેશીના પોસ્ટર ઈદ-ઉલઃઅઝાહ સમયે શિવાજી નગર ,ગોવંડી,માનખૂર્દ વિસ્તારોમાં જોવા મળ્યા હતા,સ્થાનિક લોકો એ પણ કહ્યું કે, કૂરેશી ચૂંટણીના મેદાનમાં આવવાની તૈયારી કરી રહ્યો છે,ઈદના સમયે આજ વિસ્તારોમાં તેના સમર્થકો દ્વારા વીડિયો મેસેજને સ્થાનિક રહવાસીઓ સાથે શૅર કર્યો હતો. જ્યારે કૂરેશીને પોતાના ભૂતકાળના અપરાધ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે ,હવે બધુ સાફ છે,આપણો ભારત દેશ લોકતાંત્રિક દેશ છે અને પાછલા એક દશકથી હું સાધારણ અને સામાન્ય જીવન જીવી રહ્યો છું,તેણે છોટા શકીલ સાથેના તેના સંબંધોની પુષ્ટી કરી છે.
સલીમને છોટા શકીલનો ખાસ વિશ્વાસ પાત્ર સંબધી માનવામાં આવે છે,તેના લગ્ન પણ છોટા શકીલની પત્નીની નાની બહેન સાથે થયા છે,તેને સલીમ ફ્રૂટનું નામ એ માટે મળ્યું છે કે,તેના પિતાનો માર્કેટમાં ફ્રૂટનો વ્યવસાય હતો. જ્યારે ગેંગ માટે તેઓ કામ નહોતા કરતા ત્યારે તેઓ ફળના ધંધા સાથે જોડાયેલા હતા, 2006 માં તેઓને ગેંગના અન્ય નવ સભ્યો સાથે દેશનિકાલ કરવામાં આવ્યો હતો. કુરેશી મુંબઈના કેટલાક ડોકટરો અને અભિનેતાઓને દુબઇથી ખંડણીનો કોલ કરતો હતો.
સલીમ કુરેશીને 12 વર્ષ જુના ખંડણી મામલામાં 2 માર્ચ, 2016 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ ક્રાઈમ બ્રાંચના તત્કાલીન ડીસીપી ધનંજય કુલકર્ણીએ જણાવ્યું હતું કે, કુરેશી જામીન પર છૂટ્યા બાદ 17 દેશોની મુલાકાતે ગયો હતો અને તેમને શંકા હતી કે તેઓ દાઉદ ગેંગના સભ્યો સાથે સતત સંપર્કમાં હતો
પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ 2004માં સલીમે મુંબઈના ક ડૉક્ટર પાસેથી 25 લાખ રુપિયાની માંગણી કરી હતી,તેણે આ કામ માટે દુબઈથી સીમકાર્ડ લઈને ફોન કર્યો હતો,તે સમયે તેની પત્ને પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી, તે શા માટે પાકિસ્તાન ગી હતી તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી ત્યાર બાદ સલીમ કૂરેશી જમાનત પર છૂટ્યો હતો.