1. Home
  2. revoinews
  3. હવે આ એક્ટ્રેસ બનશે સાઇના નેહવાલ – ફર્સ્ટ લુક આવ્યો સામે
હવે આ એક્ટ્રેસ બનશે સાઇના નેહવાલ – ફર્સ્ટ લુક આવ્યો સામે

હવે આ એક્ટ્રેસ બનશે સાઇના નેહવાલ – ફર્સ્ટ લુક આવ્યો સામે

0
Social Share
  • સાઇના નેહવાલની બાયોપિકથી પરિણીતી ચોપડાનો લૂક  વાયરલ
  • બેડમિંટન પ્લેયરએ શેર કર્યો આ લુક
  • સાઇના એ કહ્યું – મારા જેવો જ દેખાવ  

મુંબઈ: આજકાલ હિન્દી સિનેમામાં બાયોપિક ચાલી રહી છે, ખાસ કરીને ખેલાડીઓના જીવન પર બનેલી ફિલ્મો લોકોને પસંદ આવી રહી છે. હવે ભૂતપૂર્વ નંબર વન ખેલાડી અને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાની પણ ટૂંક સમયમાં બાયોપિક આવી રહી છે.

બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા આ દિવસોમાં સાઇના નેહવાલ પર બની રહેલી ફિલ્મ માટેની તૈયારી કરી રહી છે. આ દરમિયાન બેડમિંટન સ્ટારે પરિણીતીની એક તસવીર શેર કરી છે.જેમાં તે બિલકુલ સાઇના જેવી જ લાગી રહી છે. આ સાથે સાઇનાએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે.

સાઇના નેહવાલે પરિણીતી ચોપડાનો ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે, “મારા જેવો જ દેખાવ. પરિણીતી ચોપડા તમે ખૂબ જ સુંદર લાગો  છે. #sainamovie #lookingforward #sainabiopic

પરિણીતી આ ફિલ્મ માટે જોરદાર તૈયારી કરી રહી છે. તેણે  બેડમિંટનની ખુબ જ પ્રેક્ટિસ કરી અને તેને શીખવા માટે લગભગ 15 દિવસ સુધી સ્ટેડિયમમાં પણ રહેવું પડ્યું હતું.

સાઇના નેહવાલની બાયોપિકમાં પહેલા શ્રદ્ધા કપૂરને લેવાની વાતચીત ચાલી રહી હતી, પરંતુ બાદમાં પરિણીતીના નામ પર મહોર લાગી ગઈ. આ ફિલ્મનું દિગ્દર્શન અમોલ ગુપ્તે કરી રહ્યા છે.

ટી-સિરીઝના ભૂષણ કુમાર અને દિવ્યા ખોસલા કુમાર નિર્મિત  બાયોપિક આવતા વર્ષે રિલીઝ થવાની શક્યતા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ચોપડા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે ફિલ્મ ‘જબારીયા જોડી’માં જોવા મળી હતી. આ સિવાય તે હોલીવુડની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ  ટ્રેન’ના હિન્દી રિમેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે એક્ટ્રેસ  કીર્તિ કુલ્હારી પણ છે.

_Devanshi

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code