નવી દિલ્લી: ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે અને તેના પર સમગ્ર વિશ્વની નજર છે, આવા સમયમાં રશિયાની નજર દક્ષિણ એશિયા પર છે અને ભારત-ચીન વિવાદમાં અમેરિકા કરતા વધારે સક્રિયતા રશિયાએ બતાવી છે.
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવએ ભારત ચીન વિવાદમાં શાંતિ માટેનો શ્રેય પોતાના પર લીધો છે અને કહ્યું કે રશિયાએ ભારત અને ચીનને એક જ મહત્વ આપ્યું છે અને તેનો ઉદેશ્ય સીમા પર શાંતિ સ્થાપવાનો છે.
ચીનની મીડિયાએ એક લેખ પ્રકાશિત કર્યો છે જેમાં જણાવ્યું છે કે રશિયા દ્વારા કરાવવામાં આવેલી શાંતિ સમજૂતિ કેટલો સમય ટકે તે જોવુ રહ્યું, ભારત અને ચીન વચ્ચે હજારોની સંખ્યામાં સૈનિકો એક બીજાને બંદૂકની રેન્જમાં છે અને રશિયા ફરીવાર પોતાને વૈશ્વિક મુદ્દાઓનું નિરાકરણ લાવવાવાળા દેશ તરીકે બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે તો લાવરોવએ ભારત અને ચીનના વિદેશમંત્રી સાથે ફોટોશુટ પણ કરાવ્યું હતું.
વિશ્વના મોટા જાણકારો અનુસાર રશિયા દક્ષિણ એશિયામાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા માટે વિચારી રહ્યું છે અને રશિયાની એકેડમી ઓફ સાયન્સના એક જાણકારે કહ્યું કે રશિયા કેટલાક કારણોસર દક્ષિણ એશિયામાં પોતાની વાપસી કરી રહ્યું છે અને રશિયાને દક્ષિણ એશિયાની રાજનીતિમાં ફરીવાર પાછું આવવું છે. વર્ષ 1980-90માં મોસ્કોને જે પ્રભાવ હતો તેને ફરીવાર સ્થાપિત કરવાની રશિયાની ગણતરી છે અને બીજુ કારણ અફ્ઘાનિસ્તાનમાં મળેલી હારને ભુલવાનું પણ છે.
એશિયામાં આમ તો ભારત ચીન અને રશિયા એમ મોટી મહાશક્તિઓ તો છે જ પણ રશિયાને વધારે તાકાતવર બનવાની ઈચ્છા છે અને વર્ષ 2000માં વ્લાદિમીર પુતિને સત્તામાં આવતાની સાથે જ દેશની કમજોરી પણ દુખ વ્યક્ત કર્યું હતુ. આજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનના રાજમાં રશિયા ફરીવાર એશિયા અને આફ્રિકામાં પોતાની તાકાત પાછી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભારત-ચીન વચ્ચે શાંતિ સ્થાપીને રશિયાને ફરીવાર તાકાતવાર બનવાનો રસ્તો દેખાઈ રહ્યો છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા રશિયાને અમેરિકાની બરોબરીમાં બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જો ભારત અને ચીનનો વિવાદ રશિયા દ્વારા શાંત થાય છે તો દક્ષિણ એશિયામાં રશિયાનો તથા વ્લાદિમીર પુતિનનો પ્રભાવ વધશે.
_VINAYAK