રોબર્ટ વાડ્રાએ કોર્ટ પાસે માંગી લંડન જવાની મંજૂર, મોટા આંતરડાંમાં ટ્યુમરની કરાવવી છે સારવાર
મની લોન્ડ્રિંગ અને પ્રોપર્ટી મામલામાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સીબીઆઈ કોર્ટ પાસે વિદેશ જવાની મંજૂરી માંગી છે. વાડ્રાએ બુધવારે કોર્ટમાં ગંગારામ હોસ્પિટલના મેડિકલ સર્ટિફિકેટ પણ દાખલ કર્યું છે. વાડ્રાએ લખ્યું છે કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, જેની સારવાર કરવા માટે તેમને લંડન જવું છે.
મની લોન્ડ્રિંગ અને પ્રોપર્ટીના મામલામાં ચાલી રહેલી સુનાવણીઓ વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ સીબીઆઈ કોર્ટમાંથી વિદેશ જવાની મંજૂરી માંગી છે. વાડ્રાએ બુધવારે કોર્ટમાં ગંગારામ હોસ્પિટલમાં મેડિકલ સર્ટિફિકેટ પણ દાખલ કર્યું છે. વાડ્રાએ લખ્યું છે કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે, તેનો ઈલાજ કરાવવા માટે તેમને લંડન જવું છે.
મહત્વપૂર્ણ છે કે રોબર્ટ વાડ્રાનો પાસપોર્ટ હાલ અદાલત પાસે જમા છે. તેવામાં તેમણે મેડિકલ સર્ટિફિકેટ દાખલ કરીને કોર્ટમાંથી પાસપોર્ટ રિલીઝ કરવાની અપીલ કરી છે અને કહ્યુ છે કે તેમને ઈલાજ કરવા માટે લંડન જવાની મંજૂરી આપવામાં આવે. ઈડી તરફથી રોબર્ટ વાડ્રાની આ અપીલનો વિરોધ કરવામાં આવ્યો છે. અદાલત વાડ્રાની આ અપીલ પર ત્રીજી જૂને નિર્ણય કરશે.
વાડ્રાને આ કેસમાં સશર્ત આગોતરા જામીન મળેલા છે. તેમને મંજૂરી વગર વિદેશ નહીં જવા અને તપાસ માટે રજૂ કરવાની શરત સાથે આ જામીન આપવામાં આવી હતી. હવે વાડ્રાએ મેડિકલ ગ્રાઉન્ડ્સને ટાંકતા કહ્યુ છે કે ઈડી કહી રહી છે કે આ માત્ર રુટીન ચેકઅપ છે. પરંતુ અમે મેડિકલ રિપોર્ટ દાખલ કરીને પુરાવા આપી રહ્યા છીએ કે તેમના મોટા આંતરડામાં ટ્યૂમર છે.
રોબર્ટ વાડ્રાના વકીલ કેટીએસ તુલસીએ કહ્યુ છે કે ટ્યૂમરના કારણથી જ તેમણે વિદેશમાં સારવાર કરાવવા જવું છે. મહત્વપૂર્ણ છે કે ઈડીએ રોબર્ટ વાડ્રાને પૂછપરછ માટે તલબ કર્યા છે.
ઈડીની ટીમ વાડ્રા સાથે લંડનની પ્રોપર્ટી અને તેમના નજીકના સંજય ભંડારી સંદર્ભે સવાલ કરી શકે છે. ઈડીનું કહેવું છે કે લંડનમાં પ્રોપર્ટીને ખોટી રીતે ખરીદવામાં આવી છે અને તેમાં કાળાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહત્વપૂર્ણ છે કે હાલ આ મામલામાં રોબર્ટ વાડ્રાને જામીન મળી છે. તેમની વિરુદ્ધ ઈડીએ અદાલતમાં અરજી દાખલ કરી હતી. દિલ્હી હાઈકોર્ટે રોબર્ટ વાડ્રાને નોટિસ જાહેર કરતા સવાલ પુછયો હતો કે તમારી જામીન શા માટે રદ્દ કરવામાં આવે નહીં?