બિહારમાં પુરની સ્થિતીમાં સુશીલ મોદીના “સુપર 30” જોવાપર આરજેડીએ કર્યો કટાક્ષઃસુશીલ મોદી બેશર્મ
પુરના સમયે નાયબ મુખ્યમંત્રી મૂવી જોવામાં મસ્ત
આરજેડી પાર્ટીએ લગાવ્યા આરોપ
સુશીલ મોદીને કહ્યા “બેશર્મ”
લોકોની મદદ કરવાને બદલે જોઈ રહ્યા હતા ફિલ્મ
સોશિયલ મિડિયામાં સુશીલ મોદીનો ફોટો વાયરલ
બિહારમાં હાલ પુરની સ્થિતી જોવા મળે છે ત્યારે આ પરિસ્થિતીમાં પણ નાયબ મુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીના ફિલ્મ “સુપર 30” જોવા પર આરજેડીની પાર્ટીએ કટાક્ષ કર્યો છે, આરજેડીએ આપોર લગાવ્યો છે કે સરકાર પીડિત લોકોની મદદ કરવાને બદલે બીજા ફાલતુંના કામો કરી રહી છે અને આટલી ગંભીર પુરની પરિસ્થિતીમાં પણ બે દરકારી દાખવી રહી છે.
નાયબ સીએમ વિપક્ષના નિશાના પર આવી ચુક્યા છે સોશિયલ મિડિયામાં નાયબ સીએમ ફિલ્મ જોઈ રહ્યા છે એ ફોટો વાયુની વેગે વાયરલ થઈ રહ્યો છે ,બિહારમાં પુરના કારણે હમણા સુધી 60 લોકો મોતને ભેટ્યા છે તો લાખો લોકો હજુ આ સ્થિતીમાંથી બહાર નથી આવ્યા.
બિહાર સરકારે “સુપર 30” ફિલ્મ ટેક્સ ફ્રી કરી ત્યાર પછી ફિલ્મના અભિનેતા રિતીક રોશને બિહાર રાજ્યના નાયબ સીએમ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતના ફોટોઝ રિતીકે મિડિયામાં શેર કર્યો હતો જેને લઈને વિપક્ષ નેતાઓએ નાયબ મુખ્યમંત્રીને આડે હાથ લીધા છે.
16 જુલાઈના રોજ રિતીક રોશને સુશીલ મોદી જોડે મુલાકાત કરી હતી જે ફોટોને લઈને આરજેડી ના ટ્વિટર પર ટ્વિટ કરીને સરકાર પર સવાલ ઉઠાવ્યા છે , આરજેડી પાર્ટીએ લખ્યું હતું કે “કહેવા માટે કોઈ શબ્દ નથી, બિહારનું મંત્રીમંડળ બુધવારના રોજ સુશીલ મોદીની આગેવાનીમાં ફ્રિ ડીનર સાથે મલ્ટીપ્લેક્સમાં મૂવી જોઈ રહ્યા હતુ, ઉપરથી મંત્રી કહી રહ્યા હતા કે શું પુર આવ્યું તો અમે ખાવા પીવાનું અને મૂવી જોવાનું છોડી દઈએ આ વાત પર આરજેડીએ વળતા જવાબમાં તેમને બે શર્મ ગણાવ્યા હતા ”
આરજેડીનું આ ટ્વિટ ત્યારે પોસ્ટ કરવામાં આવ્યું હતું જ્યારે બિહારના હાલત ખુબજ ખરાબ હતા ,બિહાર ચારે બાજુથી પાણીમાં ગરકાવ થયું હતું, ત્યારે આરજેડીએ સુશીલ કુમાર પર કટાક્ષ કરતા વધુમા કહ્યું કે તેઓ કેટલા બેશર્મ છે કે એક બાજુ લોકો પુરની પરિસ્થિતી સામે લડી રહ્યા છે અને તેઓ મૂવીની મજા લઈ રહ્યા છે.
બિહારના 12 જિલ્લાઓ પૂરથી ઘેરાયેલા છે વરસાદ અને પૂરને લીધે બિહારના 12 જિલ્લાઓમાં ખરાબ પરિસ્થિતિ સર્જાય છે. રાજ્યમાં પૂરથી 24 લાખ લોકો પ્રભાવિત થયા છે. આ જિલ્લાઓમાં શિવર, સીતામારી, પૂર્વીય ચંપારણ, મધુબાની, આર્યિયા, કિશનગંજ, સુપૌલ, દરભંગા, પૂર્ણિયા, મુઝફ્ફરપુર સહસા અને કટિહારનો સમાવેશ થાય છે.
ભારે વરસાદને કારણે બિહારની બધી નદીઓમાં પૂર આવ્યા છે જેમાં 600 ગામો પાણીમાં ગરકાવ થયા છે . ત્યારે મુઝફ્ફરપુર જિલ્લાના 55 બ્લોક વિસ્તારોની 352 પંચાયત હેઠળ આવે છે. ઉત્તર બિહારના 9 જિલ્લામાંથી આશરે 18 લાખ લોકો પૂર આપત્તિનો સામનો કરી રહ્યા છે ત્યારે આવા સંકટના સમયે નાયબ મુખ્યમંત્રી ફિલ્મ જોવામાં મશગુલ હતા.