નવી દિલ્હી: માઈનિંગ ક્ષેત્ર અને વીજ ઉત્પાદનમાં સુધારણાને કારણે એપ્રિલમાં ઔદ્યોગિક વિકાસ દર 3. ટકા રહ્યો છે. જે છ માસના ઉચ્ચસ્તર પર છે. તો મે માસમાં રિટેલ મોંઘવારી દર 3.05 ટકા રહ્યો છે અને તે સાત માસના ઉચ્ચસ્તર પર છે.
સત્તાવાર આંકડાઓ દ્વારા બુધવારે આની જાણકારી સામે આવી છે. એપ્રિલ-2018માં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક – આઈઆઈપી 4.5 ટકા રહ્યો હતો. માઈનિંગ ક્ષેત્રમાં ઉત્પાદનમાં 5.1 ટકાનો વધારો થયો છે અને તે ગત વર્ષની સમાન અવધિમાં 3.8 ટકા રહ્યો હતો. આવી રીતે આ સમયાવધિમાં વીજ ઉત્પાદનમાં છ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. જે ગત વર્ષની સમાનાવધિમાં 2.1 ટકા હતી.
મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં જો કે સુસ્તી જોવા મળી છે. આ પહેલા ઓક્ટોબર-2018માં આઈઆઈપી ઉચ્ચસ્તર પર હતો અને તે સમયે આંકડો 8.4 ટકા હતો.
ખાણીપીણીની વસ્તુઓની કિંમતોમાં વધારાને કારણે રીટેલ ફૂગાવાનો દર મે માસમાં વધીને 3.05 ટકા પર રહ્યો છે. તે સાત માસના ઉચ્ચસ્તર પર છે. સીએસઓ તરફથી જાહેર કરવામાં આવેલા સંશોધિત આંકડા પ્રમાણે, ગ્રાહક મૂલ્ય સૂચકાંક (સીપીઆઈ) આધારીત રીટેલ મોંઘવારી દર એપ્રિલમાં 2.99 ટકા રહ્યો છે.
પહેલા પ્રારંભિક આંકડામાં તેનું 2.92 ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. મે-2018માં રીટેલ ફૂગાવાનો દર 4.87 ટકા પર હતો. મે માસમાં ફૂગાવાનો દર ઓક્ટોબર-2018 કરતા સૌથી ઊંચો છે. ગત ઓક્ટોબરમાં રીટેલ ફૂગાવાનો દર 3.38 ટકા રહ્યો હતો.
તાજેતરના આંકડા પ્રમાણે, ખાદ્ય મોંઘવારી દર મેમાં 1.83 ટકા રહ્યો હતો. જે એપ્રિલના 1.1 ટકાની સરખામણીએ વધારે છે.