રિલાયન્સએ વિકસાવી RT-PCR કિટ – હવે 24 કલાક નહી માત્ર 2 કલાકમાં કોરોનાના ટેસ્ટનું મળશે પરિણામ
- રિલાયન્સએ વિકસાવી RT-PCR કિટ
- હવે 24 કલાક નહી પરંતુ માત્ર 2 કલાકમાં જાણી કોરોના છે કે નહી તે જાણી શકાશે
- કંપની સાથે જોડાયેલા સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી
રિલાયન્સ લાઇફ સાયન્સિસે એવી આરટી-પીસીઆર કીટ વિકસાવી છે, જેનું પરિણામ લગભગ બે કલાકમાં મળી જશે. કંપની સાથે જોડાયેલા સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી હતી. હાલમાં, આરટી-પીસીઆર કીટ દ્વારા કોવિડ -19ના પરીક્ષણમાં લગભગ 24 કલાકનો સમય લાગે છે.
આ લેબોરેટરીમાં વાસ્તવીક સમયમાં ડીએનએ અને આરએનએમાં વાયરસની રીઅલ-ટાઇમ પ્રતિકૃતિની તપાસ કરે છે અને સાર્સ-કોવ -2 માં હાજર ન્યુક્લિક એસિડ્સની ઓળખ કરે છે. દરેક જાણીતી જીવમાં ન્યુક્લિક એસિડ જોવા મળે છે.
દરેક જાણીતી જીવમાં ન્યુક્લિક એસિડ જોવા મળે છે. સૂત્રએ જણાવ્યું હતું કે રિલાયન્સ લાઇફ સાયન્સના વૈજ્ઞાનિકોએ દેશમાં સાર્સ-કોવ -2 ના 100 થી વધુ જીનોમનું વિશ્લેષણ કર્યું અને આ આધુનિક આરટી-પીસીઆર કીટ વિકસાવી.
રિલાયન્સ લાઇફ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની છે, સૂત્રએ જણાવ્યું હતું કે કંપનીએ આ કીટનું નામ ‘આરટી-ગ્રીન કિટ’ રાખ્યું છે. તેને તેના સંતોષકારક પ્રદર્શન માટે ભારતીય તબીબી સંશોધન પરિષદ તરફથી તકનીકી માન્યતા મળી છે.
આઈસીએમઆર માન્યતા પ્રક્રિયા કિટની ડિઝાઇનને સ્વીકારી કે નકારી શકે નહીં. તે કીટના પ્રયોગમાં સુગમતાને પ્રમાણીત નથી કરતી. સૂત્રએ જણાવ્યું હતું કે આ કીટ સાર્સ-કોવ -2 ના ઇ-જીન, આર-જીન, આરડીઆરપી જીનની ઉપસ્થિતિને પકડી શકે છે.
આ કીટ આઈસીએમઆર તપાસ મુજબ 98.7 ટકા સંવેદનશીલતા અને 98.8 ટકા કુશળતા દર્શાવે છે. તેમણે કહ્યું કે કંપનીમાં કાર્યરત ભારતીય સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા તેને તૈયાર કરવામાં આવી છે. આ તપાસના પરિણામો અંદાજિત સમય બે કલાકનો છે.
સાહીન-