- PM મોદી અમદાવાદ સ્થિત કેડિલા પ્લાન્ટ પહોંચ્યા, અહીં રસીનું કરશે વ્યક્તિગત નિરીક્ષણ
- અમદાવાદ બાદ પીએમ મોદી હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે
- પીએમ મોદી ત્યાં વેક્સીનની સંપૂર્ણ પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરશે
અમદાવાદ: પીએમ મોદી આજે શનિવારે અમદાવાદની મુલાકાત લીધા બાદ હવે પૂણે અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહીં તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરવાના છે. હાલ PM મોદી અમદાવાદ પહોંચ્યા હતા અને ખાસ હેલિકોપ્ટરથી કેડિલા કંપની પહોંચ્યા હતા. જ્યાં કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન (Corona Vaccine) નું પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું હતું. ઝાયડસ કેડિલા (zydus cadila) ના ચેરમેન પંકજ પટેલ એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેના બાદ પીએમ મોદીએ વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મુલાકાત બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ પૂણે જશે.
ઝાયડસ બાયોટેક પાર્ક ખાતે કોરોના વેક્સિન અને તેની કામગીરી ની સમીક્ષા કરતા પ્રધાનમંત્રી શ્રી @narendramodiજી #IndiaFightsCorona #GujaratFightsCovid19 pic.twitter.com/xpREI2mYGe
— BJP Gujarat (@BJP4Gujarat) November 28, 2020
પીએમઓ ટ્વીટર હેન્ડલના માધ્યમથી ટ્વીટ કરાઇ છે કે, પીએમ મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાયડસ કેડિલા પાર્ક, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક અને પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાં જશે.
Tomorrow, PM @narendramodi will embark on a 3 city visit to personally review the vaccine development & manufacturing process. He will visit the Zydus Biotech Park in Ahmedabad, Bharat Biotech in Hyderabad & Serum Institute of India in Pune.
— PMO India (@PMOIndia) November 27, 2020
અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદી પ્લાન્ટની વિઝીટ કરવાના છે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 તારીખે અમદાવાદથી પૂણે જવા નીકળે. બપોરે 12:30 વાગે તેઓ પૂણે જશે. અહીં પ્રધાનમંત્રી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન પર તમામ જાણકારીઓ મેળવશે. પૂણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.
(સંકેત)