રાજ્યના અધ્યાપકો માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા સંદર્ભે GUSSની શિક્ષણમંત્રીને ફરી રજૂઆત
- કોલેજોના અધ્યાપકોને CAS માટે CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાની શરતનો મામલો
- ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે ફરી શિક્ષણમંત્રીને કરી રજૂઆત
- અગાઉ બેઠકમાં આ અન્યાયકારી જોગવાઇ દૂર કરવા GUSSએ રજૂઆત કરાઇ હતી
રાજ્યની કોલેજોના અધ્યાપકોને CAS માટે UGCની ગાઇડલાઇન્સમાં કોઇ જ શરત રાખવામાં આવી નથી. જો કે, તેમ છત્તાં રાજ્યની કોલેજોના અધ્યાપકોના CAS માટે શિક્ષણ વિભાગ દ્વારા CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા પાસ કરવાની શરત રાખવામાં આવી છે. તેથી રાજ્ય સરકારના GPSC વર્ગ 1 અને 2 ગેઝેટેડ ઓફિસર્સ માટેની આ શરતને બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકો પર લાદી શકાય નહીં. આ શરત સંદર્ભે હવે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે.
આ શરતને બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપકો પર લાદી શકાય નહીં. શરત ના લાદી શકાય એ માટેનું બીજું કારણ એ છે કે અધ્યાપકો માટેની કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમમાં અગાઉથી જ UGC અને શિક્ષણ વિભાગ દ્વારા Orientation Programmes, Refresher Courses, APIs, Short Term Courses, Research Papers, Research Projects વગેરેની જોગવાઈઓ કરાયેલી જ છે.
રાજ્યની કોલેજોના અધ્યાપકોને CAS માટે આ અન્યાયકારી જોગવાઇઓ દૂર કરવા માટેની રજૂઆત કરવા માટે ગત 13 ઓગસ્ટના રોજ KCG ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – ગુજરાત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગએ માન. મંત્રીશ્રી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં આ અન્યાયકારી જોગવાઇ દૂર કરવા માટે રજૂઆત કરાઇ હતી. GUSSની આ રજૂઆત છત્તાં ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી દ્વારા ચાલી રહેલી પગાર ચકાસણી દરમિયાન CCC/CCC+ તથા હિન્દી/ગુજરાતીની પરીક્ષા તા. 7 નવેમ્બર,2020 સુધીમાં પાસ કરવાની શરત રાખવામાં આવી છે.
રાજ્યના અધ્યાપકો માટે રખાયેલી આ શરતને લઇને હવે ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘે માનનીય અગ્ર સચિવ, શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડસમાને ફરી રજૂઆત કરી છે.
(સંકેત)