1. Home
  2. revoinews
  3. મહર્ષિ વાલ્મીકિ, ગોસ્વામી તુલસીદાસ, મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ રામરાજ્ય એટલે કલ્યાણરાજ
મહર્ષિ વાલ્મીકિ, ગોસ્વામી તુલસીદાસ, મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ રામરાજ્ય એટલે કલ્યાણરાજ

મહર્ષિ વાલ્મીકિ, ગોસ્વામી તુલસીદાસ, મહાત્મા ગાંધીની દ્રષ્ટિએ રામરાજ્ય એટલે કલ્યાણરાજ

0
Social Share

મહર્ષિ વાલ્મીકિએ રામરાજ્યનું વાલ્મીકિ રામાયણમાં ભગવાન રામના અભિષેક બાદ વર્ણન કર્યું છે.

न पर्यदेवन्विधवा न च व्यालकृतं भयम् | न व्याधिजं भयन् वापि रामे राज्यं प्रशासति ||

निर्दस्युरभवल्लोको नानर्थः कन् चिदस्पृशत् | न च स्म वृद्धा बालानां प्रेतकार्याणि कुर्वते ||

सर्वं मुदितमेवासीत्सर्वो धर्मपरोअभवत् | राममेवानुपश्यन्तो नाभ्यहिन्सन्परस्परम् ||

आसन्वर्षसहस्राणि तथा पुत्रसहस्रिणः | निरामया विशोकाश्च रामे राज्यं प्रशासति ||

रामो रामो राम इति प्रजानामभवन् कथाः | रामभूतं जगाभूद्रामे राज्यं प्रशासति ||

नित्यपुष्पा नित्यफलास्तरवः स्कन्धविस्तृताः |   कालवर्षी च पर्जन्यः सुखस्पर्शश्च मारुतः ||

ब्राह्मणाः क्षत्रिया वैश्याः शूद्रा लोभविवर्जिताः |  स्वकर्मसु प्रवर्तन्ते तुष्ठाः स्वैरेव कर्मभिः ||

आसन् प्रजा धर्मपरा रामे शासति नानृताः |  सर्वे लक्षणसम्पन्नाः सर्वे धर्मपरायणाः ||

दशवर्षसहस्राणि रामो राज्यमकारयत्

એટલે કે જ્યારે રામ શાસન કરી રહ્યા હતા, ત્યારે દુખમાં ડૂબેલી કોઈ વિધવા ન હતી, ન તો જંગલી જનાવરોથી કોઈ ખતરો હતો, ન તો કોઈ બીમારીનો ડર. સંસાર ચોરી અને લૂંટથી સુરક્ષિત હતો. કોઈને નિરર્થકતાનો અહેસાસ ન હતો અને વૃદ્ધોને યુવાનોનો અંતિમ સંસ્કાર કરવો પડતો નહીં. દરેક પ્રાણી સુખી હતા. તમામ સદાચારમાં વિશ્વાસ કરતા હતા. માત્ર રામને જોઈને જ પ્રાણી હિંસક પ્રવૃત્તિઓ છોડી દેતા હતા.

જ્યારે રામ શાસન કરી રહ્યા હતા, ત્યારે લોકો પોતાના હજારો વંશજો સાથે હજારો વર્ષો સુધી જીવિત રહ્યા, કોઈને કોઈ બીમારી અને દુખ ન હતા. જ્યારે રામે શાસન કર્યું, તો લોકોની વાતચીત રામ પર જ કેન્દ્રીત હતી, રામ અને માત્ર રામ. સંસાર રામનો સંસાર થઈ ગયો હતો. વગર કીડા-મંકોડાએ વૃક્ષો પર ફૂલ અને ફળ સતત લાગેલા રહેતા હતા. સમય પર વરસાદ થતો હતો અને હવાઓ મનને પ્રસન્ન કરી દેતી હતી.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પોતાના કર્તવ્યોનો નિર્વાહ કરી રહ્યા હતા. તેઓ પોતાના કામથી ખુશ હતા અને તેમના મનમાં કોઈ લાલચ ન હતી. જ્યારે રામ શાસન કરી રહ્યા હતા, ત્યારે લોકો સદાચારમાં વિશ્વાસ કરતા હતા અને કોઈપણ જૂઠ્ઠાણું બોલ્યા વગર જીવી રહ્યા હતા. તમામ લોકોનું ચરિત્ર ખૂબ સારું હતું. તમામ લોકો પરોપકારના કામમાં લાગેલા હતા. રામ દશ હજાર વર્ષો સુધી રાજકાજના કામમાં લાગેલા રહ્યા.

રામચરિત માનસના રચિયતા ગોસ્વામી તુલસીદાસે ઉત્તરકાંડ, અયોધ્યા કાંડ અને અરણ્યકાંડમાં રામરાજ્યને લઈને વર્ણન કર્યું છે.

દૈહિક દૈવિક ભૌતિક તાપા. રામ રાજ નહીં કાહુહિ બ્યાપા.

સબ નર કરહિ પરસ્પર પ્રીતિ. ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. (ઉત્તરકાંડ)

અર્થાત… રામરાજ્યમાં દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ કોઈને હેરાન કરતા નથી. તમામ મનુષ્ય પરસ્પર પ્રેમ કરે છે અને વેદોમાં દર્શાવવામાં આવેલી મર્યાદામાં તત્પર રહીને પોતપોતાના ધર્મનું પાલન કરે છે.

ઉત્તરકાંડમાં તુલસીદાસે રામરાજની કલ્પના દ્વારા “ના હી દરિદ્ર કોઈ દુખી ના દીના”નો આદર્શ રજૂ કરય્યો છે. અયોધ્યા કાંડમાં તુલસીદાસે લખ્યું છે કે જાસુ રાજ પ્રિય પ્રજા દુખારી, સોઈ નૃપ અવસિ નરક અધિકારી. એઠલે કે જે રાજાના રાજ્યમાં પ્રજા દુખી છે, અભાવગ્રસ્ત જીવન વ્યતીત કરી રહી છે, તે રાજા નિશ્ચિતપણે નરક ભોગવવાનો અધિકારી છે.

તુલસીદાસે રામના આદર્શને સામે રજૂ કરતા લખ્યું છે કે એસોં કો ઉદાર જગ માહી બિનુ સેવા જો દ્રવૈ દીન પર રામ સરિસ કોઉ નાહીં. એટલે કે રામ એક એવા રાજાનો આદર્શ પ્રસ્તુત કરે છે, જે પરમ ઉદાર છે, પરદુખભંજન છે. પ્રજાવત્સલ છે, કંઈપણ કર્યા વગર ગરીબો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, તેમનો ઉદ્ધાર કરે છે. અરણ્યકાંડના તુલસીદાસના દોહામાંથી શ્રીરામચંદ્રની ઉદાત્તતા પ્રગડ થાય છે. જેમાં તુલસીદાસે લખ્યું છે- કંદ મૂલ ફલ સુરસ અતિ, દિએ રામ કહુ આનિ. પ્રેમ સહીત પ્રભુ ખાએ બારંબાર બખાનિ.

મહાત્મા ગાંધીએ પણ આઝાદી બાદ પહેલીવાર એક આદર્શ રાષ્ટ્ર તરીકે રામરાજ્યની વાત કરી હતી. રામરાજ્યથી તેમનો આશય એક એવા દૈવીય રાજની સ્થાપનાનો હતો કે જે ન્યાય અને સમાનતાના મૂલ્યો પર આધારીત હશે, જ્યાં દરેક નાગરીક સાથે સમ્માનજનક વ્યવહાર કરવામાં આવશે, ચાહે તેની જાતિ, રંગ અને પંથ કંઈપણ હોય,  અને દેશના તમામ કમજોર નાગરીકોને પણ ન્યાય મળશે, કારણ કે ભગવાન રામનું રાજ્ય પણ આવું જ હતું.

ભગવાન રામનું રાજ્ય એક આદર્શ હતું. ધર્મ અને પુણ્યના કાર્યમાં સમર્પિત લોકોથી ભરેલું અને ખોટું કરનારાઓથી મુક્ત હતું. મહાત્મા ગાંધીએ એક એવા રાજ્યનું સપનું જોયું જે ભગવાન રામે બનાવેલા રાજ્યની સાથે મળતું હોય અને જે પવિત્રતા અને સત્યનિષ્ઠા પર આધારીત હોય.

ભારતના બંધારણમાં કરવામાં આવેલી કલ્યાણરાજની કલ્પના પણ રામરાજની કલ્પનાથી કંઈ અલગ નથી. ભારતના તમામ તત્વચિંતનમાં કલ્યાણને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. આ કલ્યાણ સ્વથી વિશ્વ તરફનું નહીં. પણ વૈશ્વિક સ્તરથી સ્વ સુધીની ગતિવાળું છે. પછી તે ગાયત્રી મંત્ર હોય કે શાંતિમંત્ર બધાંમાં વિશ્વ કલ્યાણમાં સ્વનું કલ્યાણની કલ્પના આપતો વિચાર છે અને આવી ચિંતનના પાયા પર જ કલ્યાણરાજ એટલે કે રામરાજ્ય ઉભું થતું હોય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code