1. Home
  2. revoinews
  3. મંદીનો મારઃ-‘રામલીલા’માં જુનો પોશાક પહેરીને જ કામ ચલાવશે રામ-સીતા,હનુમાન પણ છે પરેશાન
મંદીનો મારઃ-‘રામલીલા’માં જુનો પોશાક પહેરીને જ કામ ચલાવશે રામ-સીતા,હનુમાન પણ છે પરેશાન

મંદીનો મારઃ-‘રામલીલા’માં જુનો પોશાક પહેરીને જ કામ ચલાવશે રામ-સીતા,હનુમાન પણ છે પરેશાન

0
Social Share
  • રામલીલા કમેટીના ચંદામાં ઘટાડો
  • ખર્ચ ઓછો કરવા પર મજબુર બન્યા કમેટીના સભ્યો
  • રામ-સીતાને જુના પોશાકથી જ કામ ચલાવવું પડશે
  • તો હનુમાન પણ પરેશાન છે
  • મોંઘવારીની અસર રામલીલાના સેટ પર પડશે

દેશભરમાં દશેરાનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે,દેશભરમાં આ દિવસે રામ-લીલાનું આયોજન કરવામાં આવે છે,પરંતુ આર્થિક મંદીની અસરે આ તહેવારોની ચમકને ઝાંખી પાડી દીધી છે,મંદીના કરાણે રામલીલાના આયોજકોએ મોટા પાયે અનેક જરુરીયાતમાં ઘટાડો કર્યો છે,દીલ્હીમાં 28 સપ્ટેમ્બરથી રામલીલા શરુ થનાર છે,રામલીલા કમેટીનું કહેવું છે કે,કલાકાર,સ્ટેજ અને આયોજનનો ખર્ચો વધી રહ્યો છે.

જુની દિલ્હીના લાલ કીલ્લા મેદાનમાં લવ-કુશ રામલીલા કમેટી દેશની સૌથી જુની અને જાણીતી કમેટી છે,આ કમેટીના મહામંત્રી અર્જુન કુમાર ગુપ્તાની વાત જો માનવામાં આવે તો,હાલ દેશભરમાં મંદીનો માર પડ્યો છે જેને લઈને વેપારીઓ દ્વારા ચંદો આપવાની રકમમાં પણ ઘટાડો થયો છે,વેપારીઓ પુરતો ચંદો આપવામાં અસમર્થ બન્યા છે,અર્જુન કુમાર જણાવે છે કે,વિતેલા વર્ષે તેમણે રામલીલા કમેટીના 5 હજાર મેમ્બર બનાવ્યા હતા ત્યારે તેની સરખામણીમાં આ વખતે માત્ર ને માત્ર 1200 મેમ્બર જ બન્યા છે જેની સાધી અસર ભંડોળ ભેગુ કરવાપર પડી છે,વ્યાપારીઓ ફંડ આપતા અચકાતા છે.

તેમણે વધુંમાં જણાવ્યું કે,દરેક વર્ષે રામ બારાત શોભા યાત્રા નિકાળવામાં આવે છે,જેમાંથી 50 ટેબ્લો હોય છે,ત્યારે આ વર્ષે  ટેબ્લોની સંખ્યા માત્ર 25 હશે, તે ઉપરાંત જે કલાકારો રામ,રાવણ અને સીતાનું પાત્ર ભજવવાના છે તેમને નવો પોષાક પણ ખરીદી પવામાં નહી આવશે,તેઓ એ જુના પોષાકથી કામ ચલાવવું પડશે, તે સાથે ફટાકડાનો ખર્ચ પણ ઓછો કરવામાં આવશે.

જે કમેટીના લોકો પહેલા આતંકવાદ વિરુધ પુતળા દહન કરતા હતા તે જ લોકો આ વખતે મોંધવારીના પુતળાનું દહન કરવાની વાતો કરી રહ્યા છે.છેલ્લા 26 વર્ષથી ઈન્દ્રસ્પ્રથ રામલીલા કમેટીનું આયોજન કરનારા સુરેશ બિંદલનું કહેવું છે કે,”હવે અર્થ વ્યવસ્થા ચલાવનારા વ્યાપારીઓ પાસે જ પૈસા નથી,તો તેઓ ચંદા માટે પૈસા ક્યાથી આપી શકવાના,કમેટીનું કહેવું છે કે ફંડ ઓછુ મળે છે, પણ ખર્ચ ઓછો થઈ શકતો નથી, જેના કારણે જમા કરેલી રકમ વાપરવી પડે છે”.

પૂર્વ દિલ્હીમાં હાઈટેક રામલીલામાં શુમાર બાલાજી રામલીલા કમેટીના પ્રધાન ભગવત રસ્તોગીના જણાવ્યા મુજબ,કલાકારોને ભેગા કરવા,સજવા સવરવા,નવી થીમ પસંદ કરવી આ બધા કામો ખુબ મુશ્કેલી ભર્યા હોય છે,કારણ કે લોકોને એકઠા કરવા માટે  તમામ વાતો ખુબ મહવ્વ ઘરાવે છે ,દર્શકો દેખાવથી આકર્ષાઈ છે,પરંતુ  મંદીના કારણે હવે ઘણું વિચારવું પડે છે,ખર્ચ ઓછો કરશું તો આ બધી બાબતોને ન્યાય કઈ રીતે આપી શકશું, અમારા આ એક મોટો માટે પડકાર છે. આ વખતે રામલીલામાં હનુમાન હેલિકોપ્ટરના માધ્યમથી સંજીવની જડીબૂટી લાવે છે અને મોટી ક્રેનના માધ્યમથી રાવણ દ્વારા સીતાનું હરણ કરવું વગેરે જેવા દ્રશ્યો રામલીલામાં જોવા નહી મળે. છેલ્લા કેટલાક વર્ષથી રામલીલામાં રાવળનું પૂતળું બનાવનાર ઈકબાલે કહ્યું કે,મોંઘવારી વધી ગઈ છે પરંતુ કાર્યનો દર નથી વધ્યો,તેણે કહયું કે રાવળનું પૂતળું પાછલા વર્ષે જે ખર્ચમાં બનાવવામાં આવ્યું હતુ તેટલો જ ખર્ચે આ વર્ષે બનાવવામાં આવશે, અર્થાત કાર્યના દરમાં વધારો નથી કરવામાં આવ્યો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code