1. Home
  2. revoinews
  3. રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા 44 પુલો, નેચિપુ સુરંગનું પણ ઉદ્ઘાટન
રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા 44 પુલો, નેચિપુ સુરંગનું પણ ઉદ્ઘાટન

રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા 44 પુલો, નેચિપુ સુરંગનું પણ ઉદ્ઘાટન

0
Social Share
  • રક્ષામંત્રી રાજનાથસિંહે દેશને સમર્પિત કર્યા 44 પુલો
  • 44 પુલોનું વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી કર્યું ઉદધાટન
  • એક નવા યુગની થશે શરૂઆત- રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ: એલએસી પર ચીન સાથેના તણાવ વચ્ચે ભારત સતત ખુદને મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. હાલમાં જ થયેલ અટલ ટનલના ઉદ્ઘાટન પછી આજે રક્ષામંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી સીમા સડક સંગઠન દ્વારા સાત રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં બનાવવામાં આવેલ 44 પુલોને દેશ માટે સમર્પિત કર્યા.

અરુણાચલના તવાંગ માટે બનનારી નેચિપુ સુરંગની રક્ષામંત્રી રાજનાથ સિંહે વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી આધારશીલા રાખી. તેમણે સીમા સડક સંગઠન દ્વારા બનાવવામાં આવેલ 44 પુલોનું વીડિયો કોન્ફરેન્સિંગના માધ્યમથી ઉદ્ઘાટન કર્યું. 44 માંથી 10 પુલ જમ્મુ – કાશ્મીરમાં અને ૩ પુલ હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવ્યા છે. રણનીતિક મહત્વને કારણે બનાવવામાં આવેલા આ પુલોનો ઉપયોગ સુરક્ષા દળોને હથિયારો અને ઉપકરણના આવાગમન માટે કરવામાં આવશે.

રક્ષામંત્રી રાજનાથસિંહે આ દરમિયાન કહ્યું કે, આજે બીઆરઓ દ્વારા બનાવવામાં આવેલા 44 પુલોના એક સાથે ઉદ્ઘાટન અને અરુણાચલ પ્રદેશમાં નેચિપુ સુરંગના શિલાન્યાસ પ્રસંગે, હું તમારા બધા લોકોની સાથે હાજર રહીને આનંદ અનુભવું છું. એક સાથે આવા સંખ્યાબંધ પુલોનું ઉદ્ઘાટન અને આ ટનલનો શિલાન્યાસ, તે એક મોટો રેકોર્ડ છે. સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર આ પુલ જોડાણ અને વિકાસના નવા યુગની શરૂઆત કરશે.

રક્ષામંત્રીએ કહ્યું કે, હું બીઆરઓથી સંબધિત સ્થાનિક લોકો સહીત, તમામ દેશવાસીઓને શુભકામના પાઠવું છું.અને આ પુલો દેશને સમર્પિત કરું છું. સાથે જ નેચિપુ સુરંગના કામની શરૂઆતની પણ શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું, આજે આપણો દેશ દરેક ક્ષેત્રમાં કોરોનાના કારણે ઉભી થયેલી અનેક સમસ્યાઓના, સમાન રૂપથી સામનો કરી રહ્યો છે. ભલે તે કૃષિ હોય કે અર્થવ્યવસ્થા, ઉદ્યોગ હોય કે સુરક્ષા વ્યવસ્થા, તમામ આનાથી ઊંડાણપૂર્વક પ્રભાવિત થયા છે.

પહેલા પાકિસ્તાન અને હવે ચીન દ્વારા પણ જાણે કોઈ મિશન હેઠળ સીમા વિવાદ સર્જાયો હોય. આ દેશો સાથે આપણી લગભગ 7 હજાર કિલોમીટરની સીમા મળે છે. આવી સમસ્યાઓ હોવા છતાં આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્ષમ અને સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ હેઠળનો આ દેશ ફક્ત આ કટોકટીનો સામનો કરી રહ્યો નથી,પરંતુ તે તમામ ક્ષેત્રોમાં મોટા અને એતિહાસિક પરિવર્તન પણ લાવી રહ્યું છે.

હાલમાં રાષ્ટ્રને સમર્પિત ‘અટલ ટનલ, રોહતાંગ’ એ તેનું જીવંત ઉદાહરણ છે. ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના ઈતિહાસમાં આ નિર્માણ અદ્ભુત અને અભૂતપૂર્વ છે. આ ટનલ આપણી ‘રાષ્ટ્રીય સુરક્ષા’, અને ‘હિમાચલ’, ‘જમ્મુ-કાશ્મીર’ અને ‘લદ્દાખ’ ના જનજીવનની સુખાકારીમાં એક નવો અધ્યાય જોડશે. તેમના પુલોના નિર્માણ સાથે આપણા પશ્ચિમી, ઉત્તરી અને પૂર્વોત્તર પ્રદેશોમાં લશ્કરી અને નાગરિક પરિવહનમાં મોટી સુવિધાઓ મળશે.

અમારા સલામતી કર્મચારીઓ મોટી સંખ્યામાં એવા વિસ્તારોમાં તૈનાત કરે છે જ્યાં વર્ષ દરમિયાન ટ્રાન્સપોર્ટની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. આ પુલોમાં ઘણા નાના તો ઘણા મોટા પુલો છે, પરંતુ તેમનું મહત્વ તેમના કદ પરથી લગાવી શકાતું નથી. શિક્ષણ હોય કે આરોગ્ય, વેપાર હોય કે ખોરાકનો પુરવઠો, સૈન્યની વ્યૂહાત્મક જરૂરિયાત અથવા અન્ય વિકાસ કાર્યો, તેને પુરા કરવામાં આવા પુલો અને રસ્તાઓની સમાન અને મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે,

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, મનાલી-લેહ માર્ગ પર દારચા નદી, અટલ ટનલના ઉત્તર પોર્ટલમાં ચંદ્રા નદી અને મનાલીના પલચાનમાં બ્યાસ નદી પર પુલ બનીને તૈયાર છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ અને પંજાબમાંમાં બનાવવામાં આવ્યા છે.

ગયા અઠવાડિયે રક્ષામંત્રીએ કહ્યું હતું કે, રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ અટલ સુરંગ ભારતની સીમાઓ અને દુરના વિસ્તારમાં રહેતા સશસ્ત્ર બળોને સમર્પિત છે. દરેક વ્યક્તિ તેના રણનીતિક મહત્વને સમજે છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code