1. Home
  2. revoinews
  3. દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ – મહારાષ્ટ્ર સહીતના કેટલાક રાજ્યો એલર્ટ
દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ – મહારાષ્ટ્ર સહીતના કેટલાક રાજ્યો એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં વરસાદનો કહેર- રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુરની સ્થિતિ – મહારાષ્ટ્ર સહીતના કેટલાક રાજ્યો એલર્ટ

0
Social Share
  • દેશના કેટલાક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ
  • ગુજરાત,ઓડીશા,તેલંગણામાં ભારે વરસાદ
  •  અનેક નદીઓએ ભયજનક સપાટી વટાવી
  • છ્ત્તીસગઢમાં પણ વરસાદે કહેર મચાવ્યો
  • દેશની રાજધાની દિલ્હી પણ વરસાદની ઝપેટમાં
  • કેટલાક વિસ્તારો ટાપૂમાં ફેરવાયા
  • કેટલીક જગ્યાએ પુરની સ્થિતિ જાવા મળી

હાલ સોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદે ખુબ જોર પકડ્યું છે, સતત વરસતા વરસાદના કારણે દેશના જુદા જુદા રાજ્યોમાં તેની મોટી અસર જોવા મળી રહી છે, બંગાળની ખાડીમામં પાણીનો વ્યાપ અને દબાણ વધવાના કારણે કેટલાક રાજ્યામોં ભાર પવન સાથે વરસાદનું આગમમન થયું છે તો હજી પણ વધુ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

રાજધાની દિલ્હીમાં પણ વરસાદનું જોર યથાવત

હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્રના કેટલાક જીલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીને રેડ એલર્ટ જારી કર્યું છે, તો બીજી તરફ રાજધાની દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં પણ ભારે મેઘમહેર જોવા મળી રહી છે.આ સાથે જ ઓડીશા, તેલંગાણા, છત્તીસગઢ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે,તો બીજી તરફ ઓડિશા તેમન તેલંગાણામાં વિતેલા દિવસે વરસાદની સ્થિતિના કારણ બે લોકોએ જીવ ગુમાવાનો વારો આવ્યો હતો.

હવામાન વિભાગ એ જણાવ્યું હતું કે, નીચા દબાણવાળા ક્ષેત્રમાં સોમવાર સુધી ભારેથી ખૂબ ભારે વરસાદની સંભાવના છે. જો કે, ઘીમે ઘીમે ચક્રવાત હવે નબળું પડી રહ્યું છે અને ઝારખંડ તથા પડોશી રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. હવામાન આગાહી એજન્સી સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગ,, મધ્યપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દેશની રાજઘાની દિલ્હી સહીત ઉત્તર ભારતચના કેટલાક વિસ્તારોમાં તો કેટાલાક લોકો હજી ગરમીમાં બફાઈ રહ્યા છે,જેથી તેઓ વરસાદના આગમનની રાહ જોઈને બસ્યા છે,રવિવારના રોજ રાજધાની દિલ્હીમાં ભેજનું પ્રમાણ 91 ટકા પર પહોંચ્યું હતું, જ્યારે મહત્તમ તાપમાન 36.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય સ્થિતિ કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. હવામાન વિભાગે દિલ્હીમાં આવનારા 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

ઓડીશાના કેટલાક વિસ્તારોમાં ઈન્ડિયન એર ફોર્સની મદદથી થી રહી છે બચાવ કામગીરી

બંગાળની ખાડીમાં દબાણના કારણે એડિશાના કેટલાક વિસ્તારો સમગ્ર પાણીમાં ગરકાવ થયા હતા,જેના કારણે વિતેલા દિવસે કેટલાક મકાનો ઘરાશય થવાની ઘટાનાઓ બની હતી,ખેતરમામં વાવણીના પાકને નુકશાન થયુ હતું તો બે લોકોના મોત પણ નિપજ્યા હતા, રાજ્યમાં ભારે વરસાદને પગલે માલકંગિરી, ધાણકાનાલ, ભદ્રક અને કટક જિલ્લા સહિતના ઘણા વિસ્તારોમાં જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. ઘણા ગામો પાણીમાં ગરકાવ થવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે

વરસાદના પગલે મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ

હવામાન વિભાગ એ મહારાષ્ટ્રમા પુણે અને સતારા જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેડ એલર્ટ જારી કર્યું છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે મુંબઈ, રાયગઢ અને પાલગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે આ વિસ્તારોમાં નુકશાન ન થાય તે દીશામાં પગલા ભરવામાં આવી રહ્યા છે.

છત્તીસગઢમાં 70 ગામો સંપર્ક વિહોણા બન્યા

છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકોનું જનજીવન ખોરવાયું છે, 70 જેટલા ગામોમાં પાણી ભરાયા હોવાના કારણે મુખ્યમાર્ગથી સંપર્ક તૂટ્યો છે, નેશનલ હાઈવે નંબર 30 પાણીમાં ગરકાવ છે, નિચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હોવાથી લોકોનું સ્થાળંતર કરવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ એ તમામ જીલ્લા અધિકારી અને પોલીસ અધિકારીઓને સતર્ક રહેવાના આદેશો આપ્યા છેવરસાદના કારણે બસ્તર વિસ્તાર ખુબજ પ્રભાવિત બન્યો છે જેમાં બાજપુર, દંતેવાડા અને સુકમા જીલ્લામાંથી પસાર થતી નદીઓની સપાટી ભયજનક વટી ચૂકી છે

કેરળના ઈડૂક્કીમાં ભુસ્ખલની ઘટનાની 58 લોકોએ ગુમાવ્યા જીવ

ગોદાવરી નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ચૂક્ય છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગણાને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બંને તરફના ટ્રાફીક જામને કારણે વાહનોની લાંબી કતારો લાગી છે.આ પરિસ્થિતિ વચ્ચે પણ આ વિસ્તારના લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તો પસાર કરીને પોતાનો જીવ બચાવવાની દીશામાં આગળ વધી રહ્યા છે. કેરળના ઇડુક્કી જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 58 થઈ ચૂકી છે.

ગુજરાતમાં પણ વરસાદનું તાંડવ

ગજરાતમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ગિરમાલા ધોધનો પ્રવાહ વધ્યો છે, આ ધોધ 100 ફૂટ ઊંચાઈએ થી પડતો હોવાથી લોકોમાં ડર જોવા મળી રહ્યો છે, આ સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક ગામોની નદીઓએ પાણીની સપાટી વટાવી છે જેથી ગામો પાણીમાં ગરકાવ થયા છે, શહર સુરતમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, કેટલાક વિસ્તારો તો ટાપૂમાં ફેરવાયા છે, લોકો રસ્તાઓ પર હોળીનો સહારો લઈ રહ્યા છે.ડેમોમાં પાણીની આવક વધેલી જોવા મળી રહી છે,તો બીજી તરફ નદીની આસપાસ વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ લોકોને સતર્ક રહેવાની સુચનાઓ અપાઈ રહી છે,કેટલાક સ્થળો પર બચાવ કાર્યની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code