લોકસભા ચૂંટણી 2019ના પરિણામોમાં બીજેપીને સ્પષ્ટ પૂર્ણ બહુમત મળ્યો છે. જનતાએ આપેલા પરિણામો પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી. રાહુલે કહ્યું, ‘મેં ચૂંટણીપ્રચાર દરમિયાન પણ કહ્યું છે કે ‘જનતા માલિક છે’. આજે જનતાએ સ્પષ્ટપણે પોતાનો નિર્ણય જણાવી દીધો છે. હું વડાપ્રધાન અને બીજેપીને અભિનંદન આપું છું.’
રાહુલે કહ્યું કે ‘લોકસભા ચૂંટણીમાં થયેલી હારની સંપૂર્ણ જવાબદારી મારી છે. મને નથી લાગતું કે આજે એ ચર્ચા કરવાનો દિવસ છે કે અમારા પક્ષે શું ભૂલ થઈ છે, કારણકે ભારતની જનતાએ સ્પષ્ટપણે જણાવી દીધું છે કે નરેન્દ્ર મોદી જ તેમના આગામી વડાપ્રધાન છે અને એક ભારતીય તરીકે હું આ નિર્ણયનું સન્માન કરું છું.‘
અમેઠીમાં હાર અંગે રાહુલે કહ્યું કે અમેઠીની જનતાએ તેમનો નિર્ણય આપી દીધો છે. હું જનતાના નિર્ણયનું સન્માન કરું છું અને સ્મૃતિ ઇરાનીને જીત માટે અભિનંદન આપું છું.