પંજાબની બ્યાસ નદીમાં પૂરનું સંકટ
પોંગ નદીમાં પાણીની સપાટી વધી
8 જીલ્લાઓને હાઈએલર્ટ કરાયા
પંજાબ સરકાર સામે ફરી એકવાર પૂર સામે પડકાર
પંજાબમાં સતલુજ નદી પછી હવે બ્યાસ નદી પર પૂરનો ખતરો મંડળાય રહ્યો છે,પોંગ ડેમમાં પાણીની સપાટી ખતરાની નિશૈના પર જોવા મળી રહી છે,જેના કારણ આગળના બે દિવસોમાં સામાન્યથી વધુ પાણી બ્યાસ નદીમાં છોડવામાં આવશે,મોડી રાત્રે પંજાબ સરકારે જલંધર,ફરીદકોટ,ગુરદાસપુર,અમૃતસર,કપૂરથલા,ફિરોજપુર,હોશિયારપૂર સહીતના 8 જીલ્લાઓને અલેર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.
ભાખડા બ્યાસ મેનેજમેન્ટ બોર્ડ અને પંજાબ સરકારે દરેક જીલ્લાઓના કલ્કેટરોને ડેમમાંથી પાણી છોડવાની પરિસ્થિતીની જાણ કરીને વનારા સંકટ સામે લડત પવા તૈયાર રહેવા જણાવ્યું હતું.એક અઠવાડિયા પહેલા પણ પંજાબમાં પૂરની સ્થિતી સર્જાય હતી જેના કારણે જલંધર જેવા શહેરો પાણીમાં ગરકાવ થયા હતા.
બીબીએમબી તરફથી ઓગષ્ટ મહિનામાં ચોમાસાના વરસાદ દરમિયાન ભાખરા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે અનેક ગામોમાં પાણી ભરાયા હતા. રાજ્ય સરકાર અત્યાર સુધી આ પૂરની સ્થિતી સામે ઝઝુમી રહી હતી,. આ પૂરને કારણે ઘરો, પશુઓ અને સંપત્તિને ભારે નુકસાન પહોંચ્યું છે માનવામાં આવી રહ્યું છે કે પોંગ ડેમમાંથી 26 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેમાં ટર્બાઇન દ્વારા 12000 ક્યુસેક પાણી છોડવામાં આવશે જ્યારે 14000 ક્યુસેક પાણી સ્લિપ વે દ્વારા છોડવામાં આવશે,ત્યારે હવે ફરી એકવાર પંજાબ સરકારે પૂરની સ્થિતી સામે સજ્જ રહેવાની જરૂર પડી છે.