- પીએમ મોદી બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં લેશે ભાગ
- બેઠકની થીમ વૈશ્વિક સ્થિરતા, પુરતી સુરક્ષા અને નવ પ્રવર્તક વિકાસ છે
- આગામી બ્રિક્સ શિખર સમ્મેલન માટે ભારતની અધ્યક્ષતામાં બેઠક
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બ્રિકસ દેશોના શિખર સમ્મેલનમાં સામેલ થશે. આ સમ્મેલનમાં આંતકવાદ, વ્યાપાર, સ્વાસ્થ્ય, ઉર્જાની સાથે કોરોના મહામારીના ચાલતા નુકશાનની ભરપાઈના ઉપાયો જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ, બ્રાજિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પણ હાજર રહેવાની દરખાસ્ત છે.
બ્રિકસ દેશોનું આ સમ્મેલન એવા સમયે થઇ રહ્યું છે જયારે તેના બે પ્રમુખ સદસ્ય દેશો ભારત અને ચીનની વચ્ચે પૂર્વી લદ્દાખમાં સીમા પર છ મહિના પહેલા થયેલા હિંસક ઝડપ બાદ પણ ગતિરોધ શરૂ છે. હવે બંને પક્ષ ઉંચાઈવાળા વિસ્તારોમાંથી સૈનિકોને પાછળ હટાવવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે. હાલમાં જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક દરમિયાન ડીઝીટલ માધ્યમ દ્વારા રૂબરૂ મુલાકાત થઈ હતી.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, “રાષ્ટ્રપતિ પુટિનના આમંત્રણ પર વડાપ્રધાન મોદી રશિયા દ્વારા સંચાલિત બ્રિક્સ દેશોના 12માં શિખર સમ્મેલનમાં ભાગ લેશે.” 17મી નવેમ્બરના રોજ આ બેઠકની થીમ વૈશ્વિક સ્થિરતા, પુરતી સુરક્ષા અને નવ પ્રવર્તક વિકાસ છે. “બ્રિક્સને એક અસરકારક સંસ્થા માનવામાં આવે છે જે વિશ્વની કુલ વસ્તીના અડધા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિક્સ દેશો પાસે 16.6 ટ્રિલિયન યુએસ ડોલરનું સંયુક્ત કુલ ઘરેલું ઉત્પાદન છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, આગામી બ્રિક્સ શિખર સમ્મેલન માટે ભારતની અધ્યક્ષતામાં બેઠક મળશે. 2021માં યોજાનારી ભારત 13મી બ્રિક્સ શિખર સમ્મેલનનું આયોજન કરશે. અગાઉ ભારતે 2012 અને 2016માં બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનની અધ્યક્ષતા સંભાળી છે.
_Devanshi