નવી દિલ્હી: ડોમેસ્ટિક રાંધણગેસ સિલિન્ડરના બજારભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. સતત ચોથા મહિને રાંધણગેસનો ભાવ વધ્યો છે. આ મહિને રેટ રિવિઝન બાદ ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડર 1.2 કિલોગ્રામો ભાવ 771.50 રૂપિયા થઈ ગયો છે. ઘણાં સમય બાદ જોવામાં આવ્યું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 કિલોગ્રામના ભાવમાં કોઈ વધારો થયો નથી. આ માસમાં પણ કારોબારીઓને કોમર્શિયલ સિલિન્ડર 1403.50 રૂપિયામાં પડશે. વધેલો ભાવ શનિવારથી લાગુ થઈ જશે. આ મહિને ગ્રાહકોના ખાતામાં 274.1 રૂપિયાની સબસિડી આવશે.
નાના પાંચ કિલોગ્રામના ડોમેસ્ટિક રાંધણગેસના સિલિન્ડરનો ભાવ 282.50 રૂપિયા થઈ ગયા છે. હવે પાંચ કિલોગ્રામવાળા સબસિડાઈઝ ગેસ સિલિન્ડર પર ગ્રાહકોના ખાતામાં 97.62 રૂપિયાની સબસિડી આવશે.
ગેસ સિલિન્ડર 14.2 કિલોગ્રામના 771.50 રૂપિયા
કોમર્શિયલ સિલિન્ડર 19 કિલોગ્રામના 1403.50 રૂપિયા
ઈન્ડિયન ઓઈલ પ્રમાણે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક જૂનથી સબસિડીવાળા ગેસ સિલિન્ડરના 497.37 રૂપિયા મળશે. મે માસમાં તેની કિંમત 496.14 રૂપિયા હતી. તેની સાથે દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો છે. મે માસમાં આની કિંમત 712.50 રૂપિયા હતી, જે જૂનમાં વધીને 737.50 રૂપિયા થઈ જશે.