‘બટાકા પોટલી દાળ ઢોકળી’ , ક્યારેય ટેસ્ટ કરી છે? – તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે આ નવી રીતની ઢોકળી
સાહીન મુલતાની-
મિત્રો અત્યાર સુધી તમે દાળ ઢોકળી તો ખુબ ખાધી હશે,કારણ કે ગુજરાતીઓનો ખાસ ખોરાક અને રવિવારનું ભોજન એટલે જ દાળ ઢોકળી, તેમાં પણ હવે તો ઘરે ઘરે અલગ અલગ પ્રકારની ઢોકળી બનતી હોય છે,તીખી ઢોકળી,મીઠી ઢોકળી,ખાઠી-મીઠ્ઠી ઢોકળી…. તો આજે હું તમને ‘બટાકા પોટલી દાળ ઠોકળી’ બનાવતા શીખવીશ. જી હા, તમને નામ સાંભળીને જ કદાચ નવાઈ લાગશે,પરંતુ આ એક પ્રકારની દાળ ઢોકળી જ છે,જો કે તેમાં ઢોકળીની જગ્યાએ આપણે એડ કરીશું ‘બટાકા પોટલી’ ,અટલે જ આ ઢોકળીનું નામ છે ‘બટાકા પોટલી દાળ ઢોકળી’ ,સામાન્ય રીતે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ઘરે-ઘરે આ પ્રકારની ઢોકળી બનતી હોય છે. તેની સાથે જો તળેલા મરચા હોઈ,રાયતું હોય અને છાસ હોય તો તો રવિવાર આપણો સુધરી જાય…તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ નવા પ્રકારની ખાસ ઢોકળી,
સામગ્રી (બટાકા પોટલી બનાવવા માટે )
- 250 ગ્રામા – ઘંઉનો લોટ (મીઠૂં,તેલ,અજમો નાંખીને બાંઘેલો)
- 2 નંગ – બટાકા (બાફીને ક્રશ કરેલા)
- 1 નંગ- મેગી મસાલો
- 1 ચમચી – ગરમ સમાલો-વાટેલો
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- અડધી ચમચી – લાલ મરચું
- 2 ચમચી – લીલા ધાણા (જીણા સમારેલા)
- તળવા માટે -તેલ
બટાકા પોટલી બનાવવાની રીત – સૌ પ્રથમ બટાકામાં મેગી મસાલો,ગરમ મસાલો, મીઠૂં, લાલ મરચું અને લીલા ધાણા નાખીને સ્ટફિંગ તૈયાર કરી લેવું, હવે આ સ્ટફિંગને ઘંઉના લોટની નાની નાની પુરી બનાવીને તેમાં ભરીને નાની સાઈઝની પોટલી વાળીને તૈયાર કરી લેવી, આ રીતે બઘા જ બટાકાની પોટલી વાળી લેવી, હવે આ બટાકાની પોટલીને એક કઢાઈમાં તેલ ગરમ કરી ઘીમી આંચ પર તળીને કાઢી લેવી.
ઢોકળી બનાવવાની સામગ્રી
- 2 કપ – તુવેળની દાળ (હરદળ અને મીઠૂં નાખીને બાફેલી,બફાય ગયા બાદ તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી બેલ્ડર વડે મિક્સ કરવી)
- 1 ચમચી – રાય
- 1 ચમચી – જીરુ
- 1 ચપટી – હિંગ
- 1 ચપટી – કસ્તુરી મેથી
- 1 ચમચી -લાલ મરચું
- 1 ચમચી – ગરમ મસાલો (પાવભાજી કે સબજીનો કોઈ પણ તમારા ટેસ્ટ મુજબ લઈ શકો)
- 2 ચમચી -આદુ,લસણ અને મરચાની પેસ્ટ
- 5 થી 8 નંગ – કઢી લીમડાના પાન
- 4 નંગ – સુકા લાલ મરચા
- 2 નંગ -ટામેટા (જીણા સમારેલા)
- 1 નંગ – ડુંગરી (જીણી સમારેલી)
- અડધો કપ – લીલા ઘાણા
ઢોકળી બનાવવાની રીત– સૌ પ્રથમ એક મોટા અને જાડા તળીયાની તપેલીમાં તેલ ગરમ થવા દેવું, હવે તેલ થયા બાદ તેમાં રાય ફોડી લેવી, રાય બરાબર ફૂટી ગયા બાદ તેમાં જીરુ, હિંગ, કઢી લીમડાના પાન, સુકા લાલ મરચા અને ડૂંગળી નાંખીને બરાબર સાંતળવું. હવે તેમાં ટામેટા એડ કરવા ત્યાર બાદ તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ, થોડા લીલા ઘાણા , કસ્તુરી મેથી એડ કરીને મસાલાને ઘીમા ગેસ પર બરાબર સાંતળવા દેવો, જ્યા સુધી ટામેટા બરાબર કસી ન જાય ત્યા સુઘી તપેલી પર ઢાંકણ ઢાકીને ગેસની આંચ ઘીમી કરીને બરાબર થવા દેવું, હવે આ મસાલો બરાબર થઈ ગયા બાદ તેમાં બાફેલી દાળ ઉમેરવી અને બરાબર એકરસ દાળ થાય ત્યા સુધી ઘીમા તાપે ગેસ પર ઉકળવા દેવી, જરુર પ્રમાણે તમે પાણીના માપમાં વઘ-ઘટ કરી શકો છો.
હવે દાળ બરાબર એક રસ થઈ ગયા બાદ ગેસની આંચ તદ્દન ઘીમી કરી લો અને આપણે જે પહેલાથી બટાકા પોટલી તૈયાર કરીને તળીને રાખી મૂકી હતી તેને એક એક કરીને આ દાળમાં છોડી દો અને ગરમ મસાલો પણ નાંખી દો,પોટલી દાળમાં નાખ્યા બાદ 5 મિનિટ સુઘી ગેસ પર પતેલી રાખવી , 5 મિનિટ થઈ ગયા બાદ આ બટાકા પોટલી દાળ ઢોકળી ને ગેસ ઉપરથી ઉતારી લેવી, હવે તેમાં લીલા ઘાણા નાખવા, તૈયાર છે ગરમા ગરમ બટાકા પોટલી દાળ ઢોકળી.. તમે આ ઢોકળીમાં ઉપરથી લીંબુ નાખીને સર્વ કરી શકો છો.