યુનાઈટેડ ફર્સ્ટનું દેશની મહિલાઓ માટે ઉત્તમ પગલું, વાંચીને તમને પણ થશે ગર્વ
અમદાવાદ: દેશ હાલ કોરોનાવાયરસ સામે લડી રહ્યો છે, દેશમાં સરકાર, પ્રશાસન, તંત્ર, દેશવાસીઓ, નેતાઓ, સમાજસેવીઓ બધાજ શક્ય એટલી મદદ કરી રહ્યા છે ત્યારે આવા સમયમાં યુનાઈટેડ ફર્સ્ટ પ્લેટફોર્મે 1 લાખથી વધારે મહિલાઓને સેનેટરી નેપ્કિનનું વિતરણ કર્યું.
યુનાઈટેડ ફર્સ્ટ એક એવું પ્લેટફોર્મ છે જે ભારત દેશના વિકાસ અને લોકોના ઉજવળ ભવિષ્ય માટે કામ કરે છે. યુનાઈટેડ ફર્સ્ટ દ્વારા આઠ રાજ્યો અને 1 યુનિયન ટેરેટરીમાં સેનેટરી નેપ્કિનનું વિતરણ કરવામાં આવ્યું છે.
સૌથી મહત્વનું છે કે કોરોનાવાયરસ જેવા સમયમાં પણ 440 જેટલા ઓર્ગેનાઈઝેશને ભેગા મળીને આ સરાહનીય કામને અંજામ આપ્યો છે. યુનાઈટેડ ફર્સ્ટ ભારતના વિકાસ માટે તો કામ કરી જ રહ્યું છે પરંતું કોરોનાવાયરસ બાદ પણ દેશના વિકાસ અને દેશવાસીઓની મદદ માટે કામ કરી રહ્યા છે.
એક ઉદેશ્ય અને દેશ લાગણી સાથે શરૂ કરવામાં આવેલા આ પ્લેટફોર્મનો વિચાર છે કે દેશવાસીઓની મદદ અને સેવા પણ દેશસેવા જ છે. યુનાઈટેડ ફર્સ્ટ દ્વારા આ પ્રકારે અનેક કામ કરવામાં આવી રહ્યા છે અને તે સરાહનીય છે.