1. Home
  2. revoinews
  3. દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ બેકાબુ – સતત પાંચમાં દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી
દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ બેકાબુ – સતત પાંચમાં દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી

દિલ્હી-એનસીઆરમાં પ્રદુષણ બેકાબુ – સતત પાંચમાં દિવસે વાયુ ગુણવત્તા ખરાબ સ્થિતિમાં જોવા મળી

0
Social Share
  • દિલ્હી એનસીઆરની આબોહવા ખુબ જ દુષિત બની
  • પ્રદુષણના કારણે કોરોનાનો કહેર વકરી શકે છે
  • એક્યૂઆઈ 468 નોંધવામાં આવ્યો જે ખુબ ગંભીર સ્થિતિ દર્શાવે છે

દેશની રાજધાની દિલ્હીની આબોહવ સતત કથળેવી જોવા ણળી રહી છે. સતત પાંચમાં દિવસે અહી સ્થિતિ ખરાબ જ જોવા મળી રહી છે, જો આજની વાત કરીએ તો સોમવારની સવારે આનંદ વિહા, મુંડકા, ઓખલા અને વરીજપુરમાં એક્યૂઆઈ 484, 470, 465 અને 468 નોંધવામાં આવ્યો છે, આ વિસ્તારો હાલ પ્રદુષણને લઈને ખરાબ સ્થિતિમાં જોવા મળે છે,જ્યા શ્વવાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે.

વિતેલી કાલે પવનમાં સ્થિરતા જોવા મળતા અનેક વિસ્તારોમાં ઘુમાડાવાળું વાતાવરણ જોવા મળ્યું હતું, પંજાબ અને આસપાસના વિસ્તારોમાં પરાળી બાળવાના કરાણે આ આબોહવા ખરાબ થઈ હોવાનું કારણ માનવામાં આવે છે,

રવિવારે પણ, સમગ્ર એનસીઆરમાં હવાનું પ્રદૂષણ 400 ની પાર ગંભીર સ્તર પર રહ્યું હતું પ્રદૂષણને નિયંત્રણમાં લેવાના તમામ પગલા નિષ્ફળ જઈ રહ્યા  છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આવી જ સ્થિતિ આવનારા બે દિવસ સુધી જોવા મળશે.વિતેલા દિવસમાં આગ્રા પ્રદુષિત શહેર ગણાયું હતું.

દર વર્ષે શિયાળાની સીઝન શરૂ થતાની સાથે જ દિલ્હી-એનસીઆરનું વાતાવરણ ઝેરી ન બને તે માટે પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ ઓથોરિટીની ગ્રેડડ રિસ્પોન્સ એક્શન પ્લાન લાગુ કરવામાં આવતો હોય છે. આ વખતે પણ આ પ્લાન 15 ઓકબરથી કરવામાં આવ્યો હતો, પરંતુ વહીવટી સમન્વયના અભાવને કારણે તે બિનઅસરકારક સાબિત થઈ રહ્યો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાજધાનીનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક 4૨6 રહ્યો હતો, જે ગંભીર  આવે છે.જેના કારણે આંખોમાં બળતરા થવી ,શ્વાસ લેવામાં તકલીફ થવી જેવી સમસ્યાઓનું પ્રમાણ વધતુ જઈ રહ્યું ,જે કોરોનાના સમયમાં ખુબ જ ચિંતા જનક છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code