નીતિ આયોગે અર્થવ્યવસ્થામાં મંદીને નકારી – કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
- નીતિ આયોગે મંદીનો કર્યો ઈનકાર
- કહ્યું , આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છે
- દેશની અર્થવ્યવસ્થામાં વેગ આવી રહ્યો છે
દિલ્હીઃ- ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિક સમયગાળા દરમિયાનના જીડીપીના આંકડા રજુ કરવામાં આવી ચૂક્યા છે. જૂન ક્વાર્ટરની સરખામણીમાં આ આંકડામાં રિકવરી જોવા મળી છે,પરંતુ તકનીકી રીતે તેને મંદી પણ માનવામાં આવી રહી છે. જો કે સરકારના થિંક ટેન્ક એનઆઈટીઆઈ આયોગ આ આકંડાઓને મંદી માનતો નથી
એક મીડિયા ઈન્ટર્વ્યૂમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સ્પષ્ટ કહ્યું કે આ તકનીકી મંદી નથી. આ સામાન્ય પરિસ્થિતિઓ નથી. આવી સ્થિતિમાં તકનીકી મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. રાજીવ કુમારે કહ્યું કે આપણે સંકટના સમયમાંથી બહાર આવી રહ્યા છીએ. બીજા ક્વાર્ટરમાં, જીડીપી ગ્રોથ અનુમાન નકારાત્મકતા 10 ટકા હતો, જે ઘટીને 7.5 ટકા રહ્યો છે. ઉપભોક્તાની માંગમાં પણ વૃદ્ધિ છે, જે ખૂબ જ સારો સંકેત છે.
શા માટે તકનીકી રીતે મંદી માનવામાં આવે છે?
ઉલ્લેખનીય છે કે,સપ્ટેમ્બર 2020-21 ના બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ નકારાત્મકમાં 7.5 ટકા હતો. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે જૂનના ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. સતત બે ક્વાર્ટરમાં નકારાત્મક વિકાસને તકનીકી રૂપે દેશની અર્થવ્યવસ્થામાં મંદિ માનવામાં આવી રહી છે.
કોર સેક્ટરમાં પણ વૃદ્ધીનો સંકેત
તે જ સમયે, કોર સેક્ટરના ઉત્પાદનમાં સતત આઠમા મહિનાને થયેલા ઘટાડા પર રાજીવ કુમારે કહ્યું કે, લાંબા સમયગાળા સુધી કોઈ સંકોચન થશે નહીં. કોર સેક્ટરમાં પણ ખાતર અને વીજળી જેવા મુખ્ય ક્ષેત્રમાં પણ સકારાત્મક વૃદ્ધિ જોવા મળી જ રહી છે. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાની સરખામણીમાં આ વર્ષે ઓક્ટોબરમાં કોર સેક્ટરના ઉત્પાદનમાં 2.5 ટકાનો ઘટાડો થયો છે. આ વિસ્તારોનું ઉત્પાદન સતત આઠ મહિનાથી ઘટ્યું છે.
કોરોના સમયગાળા દરમિયાન પણ ચીનના સકારાત્મક વિકાસ વિશે, એનઆઈટીઆઈ આયોગના ઉપાધ્યક્ષે જણાવ્યું હતું કે અમે જીવન અને આજીવિકા વચ્ચે યોગ્ય સંતુલન જાળવી રાખ્યું છે. ચીન એક રહસ્ય છે.
સાહીન-