- આતંકવાદી જમ્મુ થી દિલ્હી આવી રહ્યો હતો
- પોલીસે આતંકવાદીને ઝડપી પાડ્યો
- બાલા કેન્ટમાં નાકાબંધી કરીને ધરપકડ કરી
- શંકાસ્પદ વ્યક્તિને જમ્મુ પોલીસને હવાલે કરવામાં આવ્યો
હરિયાણાના અંબાલામાં શનિવારના રોજ પોલીસને મોટી સફળતા મળી હતી,જમ્મુથી સફરજન ભરેલી એક ટ્રકમાં એક શંકાસ્પદ આતંકવાદી સંતાયને દિલ્હી આવી રહ્યો હતો,આ શંકાસ્પદ વ્યક્તિને પોલીસે અંબાલા કેન્ટમાં ખાસ નાકાબંધી કરીને ઝડપી પાડ્યો હતો,અને તેને જમ્મુ કાશ્મીર પોલીસના હવાલે કર્યો હતો.
અંબાલા પોલીસને ગુપ્ત સુત્રો પાસેથી માહિતી મળી હતી કે,એક સફરજનની ટ્રકમાં સંતાયેલ શંકાસ્પદ આતંકવાદી જમ્મુથી દિલ્હી તરફ જઇ રહ્યો છે, જે જેશ-એ-મોહમ્મદનો આતંકવાદી હોઈ શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસ ઉપરાંત અનેક કેન્દ્રીય એજન્સીઓ પણ તેની શોધમાં હતી. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, જિલ્લા પઠાણકોટમાં પણ હાઈએલર્ટને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તાત્કાલિક તમામ સેવાઓ પૂરી પાડવા અધિકારીઓની ફરજ લાગુ કરવામાં આવી છે. આ સાથે જુદા જુદા અધિકારીઓની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે. પોલીસ બંદોબસ્ત સાથે સશસ્ત્ર વાહનો આંતરરાજ્ય નાકાઓ પર અને સંવેદનશીલ વિસ્તારો પર તૈનાત કરાયા છે.