- દિલ્હીમાંથી બબ્બર ખાલસાના બે આંતકીઓ ઝડપાયા
- બન્ને આતંકીઓ લુધિયાણાના રહેવાસી
- બબ્બર ખાલસાએ શીખોની હત્યા કરી હતી
દેશની રાજધાની દિલ્હીની પોલીસને એક મોટી સફળતા મળી છે, પોલીસે બબ્બર ખાલસાના બે આતંકવાદીઓની ઘરપકડ કરી લીધી છે, જો કે આતંકીઓએ પહેલા પોલીસની ટિમને જોતાની સાથએ જ ગોળીબાર કરવાનું શરુ કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા તેમને વળતો પ્રહાર કરવામાં આવ્યો અને બન્ને આતંકીઓને ઝડપી પા઼વામાં આવ્યા હતા.
નોર્થ દિલ્હીની નિરંકારી કોલોની પાસે પોલીસની ટિમ દ્વારા આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલના સભ્ય એવા આ બંનેની ઓળખ પોલીસે ભૂપીન્દર સિંઘ ઉર્ફે દિલાવર સિંઘ અને કુલવંત સિંઘ તરીકે કરી છે, પોલીસે પહેલાથી મળેલી બાતમાના આધારે આ બન્નેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી,પકડાયેલા બન્ને આતંકીઓ લુધિયાણાના રહેવાસીઓ છે,આ સાથે જ તમના પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં દારુગોળો અને વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છેપકડાયેલા બન્ને આતંકીઓ લુધિયાણાના રહેવાસીઓ છે,આ સાથે જ તમના પાસેથી પોલીસે મોટા પ્રમાણમાં દારુગોળો અને વિસ્ફોટક સામગ્રીઓ મળી આવી છે
શું છે આ બબ્બર ખાસલા
આ બબ્બર ખાલસા ભારત ઉપરાંત કેનેડા, ઇંગ્લેંડ અને જર્મનીમાં પણ પ્રતિબંધિત આતંકવાદી સંસ્થાઓ છે.વર્ષ 1978મા નિહારકર સંપ્રદાય સાથેના થયેલા સંઘર્ષમાં બબ્બર ખાલસાએ કેટલાક શીખ લોકોની હત્યા કરી હતી. 1980 પછી પંજાબમાં થયેલા બળવામાં બબ્બર ખાલસા સક્રિયબન્યું હતું. 1990ના દાયકામાં પોલીસે આ સંગઠનના કેટલાક ટોચના નેતાઓને એન્કાઉન્ટરમાં માર્યા હતા બસ તે સમયથી બબ્બર ખાસલાનો રુપઆબ ઘટ્યો હતો.
સાહીન-