વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના કાર્યાલયમાં દરરોજ અતિથિઓ સાથે મુલાકાત કરતા રહે છે. આ અતિથિઓમાં વિદેશી વડાપ્રધાનો, રાષ્ટ્રપ્રમુખોથી માંડીને મોટી હસ્તીઓ પણ હોય છે. પરંતુ મંગળવારે તેમને તેમનો એક ખાસ મિત્ર મળવા માટે આવ્યો હતો. તેની તસવીરો પીએમ મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી છે. વડાપ્રધાન મોદી આ તસવીરોમાં એક નાનકડા બાળક સાથે રમતા દેખાય રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરોને શેયર કરતા વડાપ્રધાને કેપ્શન લખ્યુ છે કે આજે સંસદમાં એક બેહદ ખાસ દોસ્ત તેમની મુલાકાત માટે આવ્યો. આ તસવીરમાં મેજ પર કેટલીક ચોકલેટ પણ મૂકેલી દેખાય રહી છે.
આ બાળક ભાજપના સાંસદ સત્યનારાયણ જતિયાનો પૌત્ર છે. સોશયલ મીડિયા પર વડાપ્રધાન અને તેમના ખાસ મિત્રની આ તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ચુકી છે.
મહત્વપૂર્ણ છે કે પહેલા પણ વડાપ્રધાન મોદીનો બાળકો પ્રત્યેનો પ્રેમ દુનિયાની સામે આવતો રહ્યો છે. પછી ચાહે તે 15મી ઓગસ્ટના પ્રસંગે લાલકિલ્લા પર ભાષણ દરમિયાન પ્રોટોકોલ તોડીને બાળકોને મળવા જવાનું હોય અથવા રક્ષાબંધનના દિવસે નાનકડી બાળકીઓ પાસે રાખડી બંધાવવાની હોય. વડાપ્રધાન મોદીની નાના બાળકો સાથેની તસવીરો પહેલા પણ વાયરલ થઈ છે.
આ પહેલા વડાપ્રધાન મોદીની જાપાન મુલાકાતની એક તસવીર સોશયલ મીડિયા પર ઘણી વારયલ થઈ હતી. તેમા તેઓ એક નાનકડા બાળકના કાન ખેંચતા દેખાય રહ્યા હતા. આ સિવાય એક વખત જ્યારે પીએમ મોદી દિલ્હી ની મેટ્રોમાં સફલ કરતા હતા, ત્યારે પણ તેમણે નજીકમાં બેઠેલા બાળકના કાન ખેંચ્યા હતા. આનો વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો.