1. Home
  2. revoinews
  3. કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ
કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત, થોડાક સમય બાદ બંને ગૃહોને સંબોધિત કરશે અમિત શાહ

0
Social Share

નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટની બેઠક, જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમ વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલા કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હવે થોડાક સમય બાદ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે બાર વાગ્યે સંબોધન કરશે.

જો કે બેઠકમાં ક્યાં મુદ્દા પર વાત કરવામાં આવશે, તેને ગુપ્ત રાખવામાં આવી હતી. પરંતુ જણાવવામાં આવે છે કે કેબિનેટની આ મહત્વની બેઠકમાં કાશ્મીરને લઈને કોઈ મોટો નિર્ણય આવીશ શકે છે. આ બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, એનએસએ અજીત ડોભાલ પણ હાજર હતા. તેવામાં કાશ્મીરને લઈને ચાલી રહેલી હલચલની વચ્ચે સું નિર્ણય થયો છે, તેના પર દરેકની નજર છે.

જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઠેકઠેકાણે સુરક્ષાદળોની તેનાતી કરી દેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં તણાવની વચ્ચે તમામ જિલ્લાઓની તમામ સ્કૂલો-કોલેજોને આગામી આદેશ સુધી બંધ કરવાની તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં ઝડપથી બદલાતા ઘટનાક્રમો વચ્ચે રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં પોલીસ અને પ્રશાસનના મોટા અધિકારીઓ સામેલ છે. તેમા ગવર્નરના મુખ્ય સચિવને ઘટના સાથે સંબંધિત દર કલાકનો રિપોર્ટ આપવા માટે જણાવ્યું છે.

કાશ્મીરને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે શું મોદી સરકાર કોઈ મોટો નિર્ણય લેવાન છે, આ સવાલ આજે દરેકના મનમાં ઉઠી રહ્યો છે. કાશ્મીર ખીણમાં હજારોની સંખ્યામાં સુરક્ષાદળોની તેનાતી કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. કાશ્મીર ખીણમાં મોબાઈલ-ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. આખા રાજ્યમાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે.

કાશ્મીરમાં આતંકવાદી ખતરા અને સુરક્ષાની તૈયારીઓ સાથે જ આગામીરણનીતિ પર વિચારણા કરવા માટે ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે હાઈલેવલ મીટિંગ કરી હતી, તેના પછી જમ્મુ-કાશ્મીરમાં હલચલ વધી ગઈ છે. સંસદ ભવન ખાતે અમિત શાહના કાર્યાલયમાં એનએસએ અજીત ડોભાલ અને ગૃહ સચિવ રાજીવ ગૌબાની સાથે લગભગ બે કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠક બાદ ફાઈલોની સાથે અધિક સચિવ જ્ઞાનેશ કુમારના અમિત શાહને મળવા માટે પહોંચવાને લઈને અટકળો લગાવવામાં આવી છે કે જમ્મુ-કાશ્મીરને લઈને કોઈ મોટો નીતિગત નિર્ણય થવાની શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code