- મોદીજીના ટ્વિટર પર 5 કરોડ ફોલોઅર્સ
- ડોનાલ્ડ ટ્રંપથી માત્ર 1.4 કરોડના આંકડાથી જ પાછળ છે મોદીજી
- મોદી ટ્વિટર પર છવાયા
- એક માત્ર એક મોદી જ ટોપ 20માં ભારતીય
- દિલ્હીના મુખ્ય મંત્રી કે જરીવાલ ભારતીય નેતાઓમાં બીજા નંબરે
- અમિત શાહ ટ્વિટરના મામલે ત્રીજા સ્થાન પર છે
- રાજનાથ સિંહનું સ્થાન ચોથું
- કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંઘી 5માં નંબર પર છે
આજકાલ સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ વધી રહ્યો છે,મોટા મોટા નેતાઓ થી લઈને બૉલિવૂડના કલાકારો પણ પોતોની વાત રજુ કરવા કે પછી કોઈને સમર્થન આપવા કે પછી કોઈ વાતને જનતા સુધી પહોચાડવા માટે ટ્વિટર અકાઉન્ટનો ઉપયોગ કરતા હોય છે.ત્યારે દેશભરના નેતાઓના ટ્વિટર અકાુન્ટ પર ધણા બધા ેટલે કે કરોડોની સંખ્યામાં ફોલોઅર્સ હોય છે ત્યારે નેતાનું નામ આવે તો મોદીજીને કઈ રીતે યાદ કરવાનું ભૂલી શકાય,દેશના વડા પ્રધાન મોદીજી ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સ કરનારા ટ્વિટર યૂઝર બન્યા છે.
પ્રધાન મંત્રી મોદી અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી અંદાજે 1.4 કરોડના ફોલોઅર્સથી જ પાછળ રહી ગયા છે,પ્રધાન મંત્રી કાર્યાલયના અધિકૃત ટ્વિટર અકાઉન્ટના ફોલોઅર્સ 3 કરોડનો આંકડો પાર કરી ગયા છે,ભારતીય નેતાઓમાં મોદી પછી અરવિંદ કે જરીવાલ બીજા સ્થાને છે જ્યારે અમિત શાહ ત્રીજા સ્થાને અને રાજનાથ સિંહ ચોથા સ્થાન પર રહ્યા છે
પ્રધાન મંત્રી નેરન્દ્ર મોદીના સોમવારે ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 5 કરોડ સુધી પહોંચી છે,સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં મોદીજી 20માં નંબર પર રહ્યા છે,તેઓ ટોપ 20માં પહોંચનારા માત્ર એક ભારતીય છે,વિશ્વના મોટા નેતાઓમાં હવે નરેન્દ્ર મોદી અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપથી માત્ર 1.4 કરોડથી જ પાછળ છે. જ્યારે અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા 10.8 કરોડના ફોલોઅર્સથી પ્રથમ નંબર પર છે.
જ્યારે પ્રધાન મંત્રી અધિકૃત કાર્યાલયના ટ્વિટર અકાઉન્ટની સંખ્યા 3 કરોડનો આંકડો વટાવી ચૂકી છે,મોદીએ જાન્યૂઆરી 2009માં ટ્વિટર જોઈન્ટ કર્યું હતુ,ત્યારે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.મોદીની ટ્વિટર પર પ્રસિદ્ધિ 2014માં પ્રધાન મંત્રી બન્યા પછી વધુ થવા લાગી હતી.
ભારતમાં મોદી પછી કેજરીવાલ બીજા સ્થાન પર
ભારતના નેતાઓની વાત કરીયે તો પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ફોલોઅર્સ પછી જો બીજા નંબર કોઈનો આવે તો તે છે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કે જરીવાલ,તેમના ફોલોઅરેસ 1 કરોડ 54 લાખથી પણ વધુ છે,જ્યારે ગૃહમંત્રી અમિત શાહ ત્રીજા નંબર પર છે,તેમના ફોલોઅર્સ 1 કરોડ 52 લાખથી વધુ છે,જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ 1 કરોડ 41 લાખ ફોલોઅર્સથી ચોથા નંબરે છે. તેની સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ લીસ્ટમાં 5માં નંબરે આવ્યા છે,જેમના 1 કરોડ 6 લોખ ફોલોઅર્સ છે.