1. Home
  2. revoinews
  3. પીએમ મોદી આજે સીબીઆઈ દ્વારા દિલ્હી ખાતે આયોજિત સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે
પીએમ મોદી આજે સીબીઆઈ દ્વારા દિલ્હી ખાતે આયોજિત સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે

પીએમ મોદી આજે સીબીઆઈ દ્વારા દિલ્હી ખાતે આયોજિત સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે

0
Social Share

નવી દિલ્લી: દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ સોમવારે સીબીઆઈ દ્વારા દિલ્હી ખાતે આયોજીત કરવામાં આવેલા સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. યોજવામાં આવનાર આ પરિષદની થીમ સતર્ક ભારત, સમૃદ્ધ ભારત રાખવામાં આવી છે

લોકોને જાગૃત કરવા માટે, સીબીઆઈ દ્વારા વર્ષે 27 ઑક્ટોબરથી 2 નવેમ્બર સુધી વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી આવે છે, જેનો ખા હેતુ ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવાનો છે. તેમજ વિજિલન્સ અંગે સીબીઆઈનનું સતર્કતાનું સંમેલન આજથી શરૂ થશે.

જાણો સતર્કતા સંમેલન શું છે.

સીબીઆઈ દ્વારા આ પરિષદમાં સાયબર ગુનાઓ અંગે વાત કરવામાં આવશે

આ સાથે જ ડિજિટલ યુગના કારણે વધેલી બેંકોમાં છેતરપિંડીની ઘટનાઓ પર ચર્ચા કરવામાં છે. દેશમાં ડિજિટલ પરિભ્રમણ વધ્યું છે તેની સાથે સાચે તેનો ગેરલાભ લઈને ગુનાખોરીમાં પણ વધારો થયો છે. જેનાથી હવે ભ્રષ્ટાચાર નિવારણ તેમજ વિદેશમાં તપાસ દરમિયાન આવતા કેટલાક પડકારો અંગે આ પરિષદમાં વાત કરવામાં આવશે.

આ પરિષદ કાયદા ઘડનારા નેતાઓ અને અધિકારીઓ માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. કાયદાઓને અનુસરતા નેતાઓ અને અધિકારીઓ એક મંચ પર આવે છે અને સમસ્યાઓ અંગે ચર્ચા કરે છે. અધિકારીઓ અને નેતાઓ થકી થયેલી ચર્ચાઓ અને ઉપાયો વહીવટી તંત્રના ભ્રષ્ટાચારને દૂર કરવામાં સરકારને મદદ કરે છે.

આ પરિષદમાં વિવિધ રાજ્યોના એન્ટી કરપ્શન બ્યુરોના વડાઓ, વિજિલન્સ વિભાગના વડાઓ, સીવીઓ, સીબીઆઈ અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ ભાગ લેશે. સંમેલનના પહેલા દિવસે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી પણ આ સંમેલનમાં ઉપસ્થિત રેહશે. સતર્કતા વિરુદ્ધના આ પરિષદનું ઉદઘાટન જે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી કરનાર છે.

_Sahin

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code