1. Home
  2. revoinews
  3. પીએમ મોદી 8 નવેમ્બરના રોજ ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવાનો આરંભ કરશે
પીએમ મોદી 8 નવેમ્બરના રોજ ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવાનો આરંભ કરશે

પીએમ મોદી 8 નવેમ્બરના રોજ ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્ષ સેવાનો આરંભ કરશે

0
Social Share
  • પીએમ મોદી 8 નવેમ્બરના રોજ ઘોઘાથી હજીરા વચ્ચે રોપેક્સ સેવાનું ઉદ્ઘાટન કરશે
  • 370 કિલો મીટરની યાત્રમાં 60 કિલો મીટર ઘટી જશે
  • એક સાથે 30 ટ્રક અને 100 જેટલા વાહનો લઈ જવાની ક્ષમતા
  • આ સેવા માટેનું બુકિંગ આજથી શરું

સુરતના હજીરાથી  ભાવનગરના ઘોઘા માટે રોપેક્સ સેવાને લઈને દરેક લોકો  આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવે તે સમયનો અંત આવનાર છે, થોડા દિવસોમાં જ આ સેવાનો આરંભ દેશના પ્રધાનમંત્રી દ્રારા કરવામાં આવશે.

આ બાબતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારના રોજ જણાવ્યું હતું કે, રોપેક્ષ સેવા શરુ થવાથી બન્ને સ્થળો વચ્ચેનું જે  370 કિલો મીટરનું અંતર છે તે દરિયાઈ માર્ગથી હવે 60 કિલો મીટર સુધી ઘટી જશે.

માંડવીયાએ આ બાબતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સ્થિત બે સ્થળો વચ્ચે મુસાફરો અને ભારે વાહનો લઇ જવા માટે પીએમ મોદી 8 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે રોપક્ષ સેવાને લીલી ઝંડી બતાવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, પ્રધાનમંત્રી દેશના  અનેક ભાગોમાં પણ કેટલીક સેવાઓનો આરંભ કરાવશે, તેમણે જણાવ્યું હતું કે, હજીરામાં એક ટર્મિનલનું નિર્માણ કરવામાં આવ્યું છે,આ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ચૂક્યો છે, આ સેવાનો આરંભ આવનારી 8 તારીખથી કરવામાં આવશે આ માટેની બુકિંગ આજથી શરુ કરવામાં આવી ચૂક્યું છે.

રોપેક્ષ સેવા વિશે જાણો-

  • શું છે આ રોપેક્ષ સેવા
  • રોપેક્ષ સેવા એક દરિયાઈ વાહનની સુવિધા છે
  • આ વાહનમાં એક સાઈટની યાત્રા કરવા માટે 550 યાત્રીઓ સમાઈ શકશે
  • આ રોકેપેક્ષ 30 જેટલી ટ્રકની આ સાથે જ 100 જેટલા નાના ટૂવ્હિલર્સ લઈ જવાની ક્ષમતા ધરાવે છે,
  • આ સાથે જ દરિયાઈ માર્ગની આ તમામ સેવાઓ બારેમાસ ચાલુ રહેશે.

સાહીન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code