1. Home
  2. revoinews
  3. પીએમ મોદી આજે વૈશ્વિક એઆઈ સમિટ RAISE 2020 નું ઉદ્ઘાટન કરશે
પીએમ મોદી આજે વૈશ્વિક એઆઈ સમિટ RAISE 2020 નું ઉદ્ઘાટન કરશે

પીએમ મોદી આજે વૈશ્વિક એઆઈ સમિટ RAISE 2020 નું ઉદ્ઘાટન કરશે

0
Social Share
  • પીએમ મોદી  વૈશ્વિક એઆઈ સમિટ રાયસ 2020 નું ઉદ્ધાટન કરશે
  • RAISE  2020 નું આયોજન ઉદ્યોગ અને શિક્ષા સાથે ભાગીદારીમાં થઈ રહ્યું છે
  • આ સમિટ 5 દિનસની હશે
  • જેનો  હેતુ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન કરવાનો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઈન્ટેલિઝન્ટ્સ (એઆઈ) પર પાંચ દિવસીય વૈશ્વિક વર્ચ્યુઅલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ઉદ્યોગ અને શિક્ષણ સાથે ભાગીદારીમાં સરકાર દ્વારા ‘રિસ્પોન્સિબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ’ અથવા RAISE  2020 નું આયોજન ઉદ્યોગ અને શિક્ષા સાથે ભાગીદારીમાં કરવામાં આવી રહ્યા છે,જેનો હેતુ સ્વાસ્થ્ય, શિક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન કરવાનો છે.

જૂન મહિનામાં ભારત ઓસ્ટ્રેલિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ન્યુ ઝિલેન્ડ અને અન્ય સાથે મળીને એઆઈના જવાબદાર વિકાસ અને એઆઈના ઉપયોગ માટે ‘ગ્લોબલ પાર્ટનરશીપ ઓન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ (જીપીએઆઈ) ની રચના કરવા માટે સાથે આવ્યું હતું.

નીતી આયોગના સીઇઓ અમિતાભ કાંતે એક પ્રેસ કોન્ફરન્સમાં જણઆવ્યું હતું કે, અમને પુરો વિશ્વાસ છે કે એઆઈ જીવન બદલવામાં મદદરૂપ થશે. સામાજિક સશક્તિકરણ માટે, ભારત આરોગ્ય, શિક્ષણ, નાણાં, ખેતી અને શાસન ક્ષેત્રમાં એઆઈ આધારિત ઉપાયોને તૈયાર કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, માહિતી અને નવા કૌશ્લ્યના જોર પર ભારત વિશ્વની એઆઈ પ્રયોગશાળા બની શકે છે, ભારત સામાદજિક મુદ્દાઓની એક વિસ્તૃત શ્રૃખંલા માટે સહજ જ્ઞાન યુક્ત સમાધાન આપી શકે છે.

આ પ્રસંગે પીએમ મોદી નરેન્દ્ર મોદી ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદ, એનઆઈટીઆઈ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિતાભ કાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને આઈબીએમ સીઈઓ અરવિંદ કૃષ્ણા સાથે મુખ્ય વક્તવ્ય આપશે.

આ આયોજનનો હેતું

RAISE 202 આઈનું યોજન ખાસ કરીને સામાજિક સશક્તિકરણ, સ્વાલસ્થ્ય સેવાઓ કૃષિ શિક્ષણ અને  અન્ય ક્ષેત્રોમાં સ્માર્ટ ગતિશીલતા લાવવા માટે અને અભ્યાસક્રમોને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code