- પીએમ મોદી ગુજરાતના પ્રવાસે
- વેક્સિન સેન્ટરની લેશે મુલાકાત
- સીરમ સંસ્થાની મુલાકાત બાદ ઝાયડસ કેડિલાની પણ મુલાકાત કરશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં ફરી એક વખત કોરોનાના કહેરે જોર પકડ્યું છે, ત્યારે કોરોનાની વેક્સિનને લઈને પણ સારા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યારથી દેશમાં કોરોના મહામારી શરુ થઈ છે ત્યારથી દેશના વડા પ્રધાન મોદી દેશની જનતાના સતત સંપર્કમાં રહીને જનતાને સંબોઘિત કરતા આવ્યા છે, અનેક મોરચે દેશની જનતાને સહયોગ આપતા રહ્યા છે ત્યારે હવે પીએમ મોદી આવતી કાલે ગુજરાતની મુલાકાત કરનાર છે.
ઉલ્લેખનીય છે કે હાલની સ્થિમાં દેશભરમાં કોરોનાની ત્રણ વેક્સિન જુદા જુદા તબક્કામાં જોવા મળે છે, જેમાં ઓક્સફઓર્ડની એસ્ટ્રાજેનેકા વેક્સિન 62 થી 90 ટકા અસરકારસ સાબિત થઈ ચૂકી છે, જેનું પરિક્ષણ જુદા જુદા રોગના દર્દીઓ પર કરવામાં આવ્યું હતું.જો કે આ વેક્સિનના ડોઝ બાબતે અનેક લોકોએ શંકા વ્યક્ત કરી હતી જે વેક્સિન ભારતમાં કોવિડશીલ્ડ નામથી ઓળખાય રહી છે, જેનું ઉત્પાદન સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયા દ્રારા કરવામાં આવી રહ્યું છે આ માટેની પરવાનગી સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી આ સંસ્થાને આપવામાં આવી હતી.
આ વેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદ અને અમદાવાદમાંવનાર છે. જે હેતુસર પણ શનિવારે આવતી કાલે 28 નવેંબરના રોજ દેશના વડા પ્રધાન પૂણેની સીરમ સંસ્થાની મુલાકાત કરશે. ત્યાર પછી તેઓ હૈદરાબાદની મુલાકાત લેશે જ્યાં ભારત બાયોટેકનું કાર્યાલય સ્થિત છે.
તેઆ સમગ્ર મુલાકાત બાદ પીએમ મોદી ગુજરાતના અમદાવાદ ખાતે આવનાર છે, પીએમ મોદી અહીં ઝાયડસ કેડિલા કંપનીએ ઝાયકોવિડ નામે વેક્સિન તૈયાર કરી છે જે હાલ પરિક્ષણના બીજા તબક્કામાં છે તેઓ અહીની મુલાકાત કરશે જેને લઈને હાલ ઝાયડસ ખાતે હેલિપેડની તૈયારીઓ શરુ કરવામાં આવી ચૂકી છે.
સાહીન-