1. Home
  2. revoinews
  3. પીએમ મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરી શકે છે
પીએમ મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરી શકે છે

પીએમ મોદી આવતીકાલે મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરી શકે છે

0
Social Share
  • આવતા વર્ષે આવી શકે છે કોરોના વેક્સીન
  • વેક્સીન વિતરણ અંગે પીએમ મોદીની બેઠક
  • વીડીયો કોન્ફરેન્સિંગના માધ્યમથી યોજાશે બેઠક

દિલ્લી: દિવાળી બાદ દેશમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા છે.અને હજી સુધી વેક્સીનની શોધ ચાલી રહી છે. દેશવાસીઓ વેક્સીનની રાહ જોઈ રહ્યા છે.જો આવી સ્થિતિમાં જલ્દીથી રસી ઉપલબ્ધ થાય તો લોકો રાહતનો શ્વાસ લઇ શકે. અને કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે જલ્દીથી વેક્સીન ઉપલબ્ધ થાય એ હવે જરૂરી બન્યું છે. હવે રાહતના સમાચાર આવી રહ્યા છે કે, દેશને જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં પ્રથમ વેક્સીન મળશે. ભારતમાં ચાર દવા કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા કે ત્રીજા તબક્કામાં છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વેક્સીન વિતરણ અંગે ચર્ચા કરે તેવી સંભાવના સેવાઈ રહી છે.

ભારતને જલ્દી મળી શકે છે વેક્સીન

દેશમાં કોરોના વેક્સીનની પ્રથમ બેચ જાન્યુઆરીના અંતમાં અથવા ફેબ્રુઆરીની શરૂઆત સુધી આવી શકે છે. આ વેક્સીન પ્રથમ ફ્રન્ટલાઈન વર્કર્સ જેવા કે ડોકટરો,નર્સો,મ્યુનિસિપલ કાર્યકર્તાને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સીનના ઇમરજન્સી ઉપયોગને સીરમ સંસ્થા દ્વારા મંજૂરી આપી શકે છે.

યુનાઇટેડ કિંગડમમાં મંજૂરી મળતા જ ભારત સરકાર પણ આ વેક્સીન માટે એસઆઈઆઈને મંજૂરી આપી દેશે. એક સત્તાવાર સૂત્ર મુજબ ભારત સરકાર ખુબ જ મોટી માત્રામાં વેક્સીન ખરીદશે, તેથી ભાવ કરાર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. બે શોર્ટ વેક્સીન માટે 500-600 રૂપિયા આપવા પડશે.

વેક્સીન વિતરણને લઈને વડાપ્રધાન મોદીની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વર્ચ્યુઅલ બેઠક કરી શકે છે.આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી હશે. બેઠકોમાં રાજ્યોમાં કોવિડ -19 ની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. દેશની ચાર વેક્સીન કંપનીઓ ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા કે ત્રીજા તબક્કામાં છે. તેથી બેઠકમાં વેક્સીન વિતરણ અંગે ચર્ચા થઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે એક અથવા બે બેઠક યોજી શકે છે. પ્રથમ બેઠકમાં રાજ્યોના મુખ્યમંત્રી અથવા પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે.

દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશભરમાં કોરોનાના કુલ કેસ 9૦ લાખને પાર પહોંચ્યા છે, જેમાં 85 લાખથી વધુ દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે ગયા છે. સક્રિય કેસની વાત કરીએ તો દેશમાં સાડા ચાર લાખ કેસ સક્રિય છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code