પીએમ મોદી આજે ભારત-આસિયાન શિખર સંમેલનની અધ્યક્ષતા કરશે
- પીએમ ભારત-આસિયાન શિખર સંમેલનની કરશે અધ્યક્ષતા
- વર્ચ્યુઅલ માધ્યમથી સંમેલનની કરશે સહ-અધ્યક્ષતા
- રણનીતિ સંબંધો પર કરશે ચર્ચા
નવી દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે એટલે કે આજે ભારત-આસિયાન વર્ચ્યુઅલ સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. વિયેતનામના વડાપ્રધાન ગ્યુએન તન જૂંગ પણ તેમની સાથે સંમેલનની અધ્યક્ષતા કરશે.
આ સંમેલનમાં ભારત સાથે આસિયાન સમૂહના દસ દેશો ભાગ લેશે. આ દરમિયાન કોરોના મહામારીને કારણે ચાલતા પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને તમામ દેશોમાં સહકાર વધારવાના પગલાં પર ચર્ચા થશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ સંમેલનમાં આસિયાન અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન સ્થિતિ અને સંપર્ક,સમુદ્રી સહયોગ,વેપાર અને વાણિજ્ય,શિક્ષણ અને ક્ષમતા નિર્માણ જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે. દક્ષિણ પૂર્વ એશિયન રાજ્યોના સંગઠનમાં ભારત, અમેરિકા,ચીન,જાપાન અને ઓસ્ટ્રેલિયા ઉપરાંત પ્રાદેશિક દેશો પણ સામેલ છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, લદ્દાખમાં ચીન સાથે જારી ગતિરોધ અને દક્ષિણ ચીન સાગરમાં ચીનના આક્રમક વલણ વચ્ચે યોજાનાર આ સંમેલનમાં તે બધા દેશોનો સમાવેશ કરવામાં આવશે,જેમનો ચાઇના સાથેનો ભૌગોલિક વિવાદ જારી છે
આસિયાનમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, બ્રુનેઇ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને કંબોડિયા સામેલ છે. પીએમ મોદી ગયા વર્ષે નવેમ્બરમાં બેંગકોકમાં આયોજિત 16 મી આસિયાન ભારત સંમેલનમાં ભાગ લીધો હતો.
_Devanshi