દેશના 73મા સ્વતંત્રતા દિવસે લાલકિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ-370 અને 35એને હટાવવાનો વિરોધ કરનારી કોંગ્રેસ પાર્ટીને ત્રણ સવાલ પુછીને નિશાને લીધી હતી. તેમણે કહ્યુ છે કે અમે ન તો સમસ્યાઓને ટાળીએ છીએ અને પાળીએ છીએ. સરકાર બનવાના 70 દિવસની અંદર 370 અને 35એને અમે હટાવી દીધી અને સંસદે તેને બે તૃતિયાંશ બહુમતીથી મંજૂરી પણ આપી. તેમણે કહ્યુ છે કે જે કામ 70 વર્ષમાં થયું નથી, તે 70 દિવસની અંદર થયું.
પીએમ મોદીએ કહ્યુ છે કે અનુચ્છેદ-370ને હટાવવા માટે કોઈ પ્રખર તો કોઈ મૂક સ્વરૂપે સમર્થન આપી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચૂંટણીના ત્રાજવે તોળનારા કેટલાક લોકો, 370ના પક્ષમાં કંઈને કંઈ બોલતા રહ્યા છે. 370ની વકીલાત કરનારાઓને દેશ સવાલ કરી રહ્યો છે કે જો આ આર્ટિકલ આટલી મહત્વપૂર્ણ હતી, તો પછી 70 વર્ષ સુધી આટલા ભારે બહુમતી હોવા છતાં પણ તમે તેને સ્થાયી કેમ કરી નહીં, અસ્થાયી કેમ બનાવી રાખી. આગળ આવતા સ્થાયી કરી દેતા. તમે પણ જાણતા હતા, આ જે થયું છે, તે સાચું થયું નથી. પરંતુ સુધારો કરવાની તમારામાં હિંમત ન હતી. મારા માટે દેશનું ભવિષ્ય સર્વસ્વ છે.
પીએમ મોદીએ કહ્યુ છે કે આર્ટિકલ 370 અને 35એ… અમે ન સમસ્યાઓને ટાળીએ છીએ અને ન સમસ્યાઓને પાળીએ છીએ. ન સમસ્યા પાળવાનો અને ન ટાળવાનો સમય છે. જે કામ 70 વર્ષમાં થયું નથી, તે નવી સકરાર બન્યાના 70 દિવસની અંદર થયું. સંસદના બંને ગૃહોએ બે તૃતિયાંશ બહુમતીથી તેને પારીત પણ કર્યું. દરેકના દિલમાં આ વાત પડી હતી. પરંતુ શરૂઆત કોણ કરે, આગળ કોણ આવે, કદાચ તેની રાહ જોવાતી હતી. માટે દેશવાસીઓએ મને આ કામ આપ્યું. તમે જે કામ આપ્યું, તેને કરવા માટે આવ્યો છું. મારું પોતાનું કંઈ નથી.
પીએમ મોદીએ કહ્યુ છે કે નવી સરકારને 10 સપ્તાહ પણ થયા નથી, 10 સપ્તાહની અંદર અનુચ્છેદ 370, 35એ હટાવવું સરદાર વલ્લભભાઈ પટેલના સપનાને પૂર્ણ કરવામાં મહત્વનું પગલું છે તેમણે કહ્યુ છે કે જો 2014થી 2019 આવશ્યકતાઓને પૂર્ણ કરવાનો તબક્કો હતો, તો 2019 બાદનો કાળખંડ દેશવાસીઓની આકાંક્ષાની પૂર્તિનો કાળખંડ છે, તેમના સપનાને પૂર્ણ કરવાનો કાળખંડ છે.