સાહીન મુલતાની-
ઘણી વખત આપણે આપણા ઘરમાં પાવ-ભાજી, દાબેલી ,વડાપાઉ કે પછી બ્રેડની કોઈ વાનગી બનાવતા હોઈએ છીએ અને જ્યારે બ્રેડ કે પાવ વધી જાય છે ત્યારે સવાલ એ થાય કે વધેલા પાવનો ઉપયોગ કઈ રીતે કરવો. તો આજે આપણે વધેલા બ્રેડ કે પાવમાંથી સરસમજાની ચાઈનિઝ ડિશ તૈયાર કરીશું, હવે જ્યારે પણ તમારા ઘરમાં પાવ કે બ્રેડ બચે તો તેને ફેંકતા નહી પરંતુ ફ્રીજમાં પોલીથીનની બેગમાં મૂકી રાખજો અને તેમાંથી બનાવજો બ્રેડ મન્ચુરીયન.
સામગ્રી
- 4 નંગ – પાવ ( ચોરસ અથવા લંબ ચોરસ )
- 1 નંગ – ડુંગરી જીણી સમારેલી
- 2 ચમચી – ગ્રીન ચીલી સોસ
- 2 ચમચી – રેડ ચીલી સોસ
- 1 ચમચ – સોયા સોસ
- 1 ચમચી – આદુ જીણું સમારેલું
- 1 ચમચી – લીલા મરચા જીણા તકરેલા
- 1 ચમચી – લસણની કતરણ
- 2 ચમચી – કેપ્સીકમ મરચું જીણું સમારેલું
- 2 ચમચી – લીલા કાંદા જીણા સમારેલા
- 2 ચમચી – કોબીજ જીણું સમારેલું
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- 1 ચમચી – જીરુ
- અડધી ચમચી – મરીનો પાવડર
- અડધી ચમચી – અજીનોમોટો (ઓપ્શનલ છે )
- 2 ચમચી – લીલા ધાણા
બ્રેડ મન્યુરીયન બનાવવાની રીત – સૌ પ્રથમ ચોરસ કે લંબચોરસ પાવના ચપ્પુ વડે નાના નાના ટૂકડા કરી લો, હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું લાલ થવા દો, હવે તેમાં ડુંગરી એડ કરીલો , ત્યાર બાદ તેમાં લીલા કાંદા, કોબીઝ, કેપ્સીકમ મરચા, આદુ , લીલા મરચા અને લસણ એડ કરીને બરાબર સાંતળી લો. હવે આ મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠૂં, અજીનો મોટો, મરીનો પાવડર તથા ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને સોયા સોસ એડ કરીને બરાબર મિક્સ કરીલો. હવે આ મિશ્રણમાં બ્રેડના ટૂકડા એડ કરીને 3 થી 4 મિનિટ ચમચા વડે બરાબર મિક્સ કરીલો. હવે ગેસની ફ્લેમ બંઘ કરીને કઢાઈને ગેસ પરથી નીચે ઉતારીલો , હવે લીલા ધાણા વડે બ્રેડ મન્યુરીયનને ગાર્નિશ કરીલો, તૈયાર છે બ્રેડ મન્ચુરીયન, ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગશે અને 10 મિનિટમાં જ રેડી થઈ જશે.