Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટમાં ઉભા થયા રામલલાના 92 વર્ષીય વકીલ, દલીલો સામે મુસ્લિમ પક્ષકાર પસ્ત

Social Share

રામમંદિર મામલામાં 30 સપ્ટેમ્બર-2019ના સોમવારે 34મા દિવસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કે. પરાશરણે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલ રજૂ કરી હતી. પરાશરણે ઉપનિષદો અને મહાભારતને ટાંકીને પોતાના તર્કો રજૂ કર્યા હતા. રામલાલ વિરાજમાનના 92 વર્ષીય વકીલે મુસ્લિમ પક્ષકારો દ્વારા ગત કેટલાક દિવસોમાં કહેવામાં આવેલી વાતોનો એક-એક કરીને જવાબ આપ્યો હતો. પરાશરણે આ મામલામાં ન્યાયિક વ્યક્તિને હિંદુ કાયદા પ્રમાણે જોવાની વાત કહી હતી. તેમણે કહ્યુ હતુ કે હિંદુ દેવતાને રોમન અને અંગ્રેજી કાયદાઓ પ્રમાણે જોઈ શકાય નહીં.

પરાશરણે પોતાની આ દલીલનું પુનરાવર્તન કર્યું કે જન્મસ્થાન એક ન્યાયિક વ્યક્તિ છે. તે સાબિત કરવા માટે તેમણે કોર્ટના જ કેટલાક અન્ય ચુકાદાનો ઉલ્લેખ કર્યો હતો. સમજાવ્યું કે હિંદુ ધર્મમાં એક જ ઈશ્વર છે, જે પરમાત્મા છે. તેમણે આગળ કહ્યુ છે કે આ ઈશ્વરના વિભિન્ન મંદિરોમાં અને વિભિન્ન સ્વરૂપોમાં પૂજા કરાઈ રહી છે. પરાશરણના દાવાથી ખળભળી ઉઠેલા સુન્ની વક્ફ બોર્ડના વકીલ રાજીવ ધવને કહ્યુ છે કે આ વાતોની આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે કહ્યુ હતુ કે જ્યારે તેમણે ઉદાહરણ આપ્યું હતું, ત્યારે તેમને કોર્ટે ટોક્યા હતા.ધવને કોર્ટને નિષ્પક્ષ રહેવાની સલાહ આપી હતી.

પરાશરણે ધવનની દલીલોને કાપતા કહ્યુ હતુ કે વિવાદીત સ્થાન પર મૂર્તિ હોવી અથવા નહીં હોવાથી આ મામલા પર ફરક પડતો નથી. તેમણે સમજાવ્યું કે પૂજા સ્થાનનો મુખ્ય ઉદેશ્ય ઈશ્વરની પૂજા છે અને ત્યાં મૂર્તિ હોઈ પણ શકે છે અને નહીં પણ. પરાશરણે મુસ્લિમ પક્ષને કહ્યુ છે કે મૂર્તિ નહીં હોવાની વાત કહીને જન્મસ્થાન પર સવાલ ઉઠાવવો એક ખોટો તર્ક છે. ધવનના વાંધા પર પરાશરણે કહ્યુ કે તેમણે ખુદ હિંદુ પક્ષની દલીલો પર 4 દિવસ જવાબ આપ્યા, પરંતુ હવે સવાલ ઉભા કરી રહ્યા છે. પરાશરણે ક્હુય છે કે તેઓ અદાલતમાં જે પણ કહી રહ્યા છે, તેનો કંઈકને કંઈક મતલબ છે.

આના પહેલા મુસ્લિમ પક્ષકાર નિઝામ પાશાએ કહ્યુ છે કે મસ્જિદમાં સ્તંભ નહીં હોવાની વાત કહેવી બિલકુલ ખોટું છે, કારણ કે હદીસમાં આનો ઉલ્લેખ છે કે નમાજ બે થાંભલા પર બનેલી દીવાલ પર પઢવામાં આવે છે. તેમણે કહ્યુ હતુ કે દલીલ ધાર્મિક પાસાઓ પર નહીં, પરંતુ કાયદાકીય પાસાઓ પર થવી જોઈએ. તો મુસ્લિમ પક્ષની દલીલોનો જવાબ આપતા ભારતીય ન્યાયિક વ્યવસ્થાના ભીષ્મ પિતામહ ગણાતા પરાશરણે કહ્યુ છે કે સ્વયંભૂ બે પ્રકારે હોય છે. એક તે જે ખુદ પ્રગટ થાય છે અને એક જે કે જેમની સ્થાપના મૂર્તિમાં કરવામાં આવે છે. આપણે ત્યાં ભૂમિ પણ સ્વયંભૂ જ હોય છે. એ જરૂરી નથી કે ભગવાનનું કોઈ નિશ્ચિત સ્વરૂપ હોય, પરંતુ સામાન્ય લોકોને પૂજા કરવા માટે કોઈ આકાર અથવા આકૃતિની આવશ્યકતા પડે છે. આકૃતિના હોવાથી તેના પર લોકોનું ધ્યાન કેન્દ્રીત થાય છે. બીજી તરફ જે લોકો આધ્યાત્મમાં ઘણાં ઉપર ઉઠી ચુક્યા હોય છે, તેમને પૂજા વગેરે માટે કોઈ આકૃતિ અથવા સ્વરૂપની જરૂરત પડતી નથી.

જસ્ટિસ બોબડેએ પરાશરણને સવાલ કર્યો હતો કે તેમણે આ જમીનને એક ન્યાયિક વ્યક્તિ અથવા જ્યુરિસ્ટિક પર્સન સાબિત કરવા માટે તેને દિવ્ય અથવા ઈશ્વરીય સાબિત કરવાની જરૂરત કેમ પડી? પરાશરણે જણાવ્યુ છે કે મૂર્તિ આપોઆપ ભગવાન નથી, પરતુ સ્થાપના બાદ તેમા દિવ્યતા આવી જાય છે. તેમણે જણાવ્યુ હતુ કે આવી મૂર્તિમાં સ્થાપિત ઈશ્વર લોકોની ભાવનાઓ અને આસ્થાઓના પ્રતીક હોય છે. તેમણે સમર્પિત કરવામાં આવેલી ચળ અને અચળ સંપત્તિના પણ તે સ્વામી હોય છે.

પરાશરણે મહાભારતનું ઉદાહરણ આપતા કહ્યુ છે કે વિપત્તિના સમયે ભગવાન પ્રગટ થઈને ભક્તોની સુરક્ષા કરે છે. તેમણે જસ્ટિસ બોબડેના સવાલનો જવાબ આપતા કહ્યુ કે મહાભારતના યુદ્ધ દરમિયાન પણ ભગવાન શ્રીકૃષ્ણના શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંડવોને જીત મળી ગઈ હતી. આ ઉદાહરણ પાછળનો આધાર સમજાવતા પરાશરણે કહ્યુ છે કે ભક્તોની આસ્થા જ એટલી મજબૂત હોય છે કે તેના માટે ભગવાનને આવવું પડે છે.