
- મેહવિશ હયાતનો કાશ્મીર પર બોલવાનો ઈન્કાર
- પાકિસ્તાની ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહી છે પાકિસ્તાની એક્ટ્રેસ
- મેહવિશ હયાતના મામલે સોશયલ મીડિયા પર બબાલ

પાકિસ્તાનની મશહૂર અભિનેત્રી મેહવિશ હયાતને સોશયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. આવું એટલો માટે થઈ રહ્યું છે, કારણ કે અભિનેત્રીએ કાશ્મીર મુદ્દા પર કંઈપણ કહેવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. તેને કારણે તેને પોતાના જ દેશમાં ખરુંખોટું કહેવાય રહ્યું છે. પાકિસ્તાનનું મીડિયા ચાહતું હતું કે મેહવિશ કાશ્મીર મામલા પર કંઈ કહે, પરંતુ તેણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સોશયલ મીડિયા પર મેહવિશનો એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈ શકાય છે કે એક પાકિસ્તાની પત્રકાર તેને વારંવાર કાશ્મીર પર સવાલ પુછી રહ્યો છે. ત્યારે મેહવિશ તેનો કોઈપણ જવાબ આપવાથી બચી રહી છે. મેહવિશે માત્ર એટલું કહ્યુ કે તેને આ મુદ્દા પર કંઈપણ કહેવાથી મનાઈ કરવામાં આવી છે. બાદમાં સોશયલ મીડિયાપર લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા છે. પાકિસ્તાની લોકો આ મુદ્દા પર તેની ચુપકીદીને ભારતનું સમર્થન માની રહ્યા છે.
Disappointing!!
— Anam Hameed (@anamhameed) September 30, 2019
Mehwish Hayat refused to speak on #Kashmir issue. She said, this was a charity event & was requested by the PR not to be political.#StandWithKashmir #MahwishHayat #Pakistan pic.twitter.com/zQPqyLrbxu
બાદમાં મેહવિશે સ્પષ્ટીકરણ આપતા કહ્યું છે કે પત્રકારે તેમને એ સવાલ એક ચેરિટી પ્રોગ્રામમાં પુછયો હતો. આવા સ્થાન પર તેને આ મુદ્દા પર કંઈપણ કહેવાથી મનાઈ કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાની ઘણીવાર કોશિશ કરી છે, પરંતુ તેને દરેક વખતે ધૂળ ચાટવાનો વારો આવ્યો છે. કોઈપણ દેશ આ મુદ્દા પર તેનું સમર્થન કરી રહ્યો નથી.