સરકારે તાજેતરમાં એનડીટીવીના બ્યૂરો ચીફ નાઝીર મસૂદી, રોયટર્સના વરિષ્ઠ પ્રતિનિધિ ફય્યાજ બુખારી અને એસોસિએટેડ પ્રેસના એઝાઝ હુસૈનને ઝડપથી શ્રીનગરમાં તેમને મળેલા સરકારી બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો છે. કારણ જણાવવામાં આવ્યું છે કે તેઓ આ બંગલાની ફાળવણીની લઘુત્તમ શરતોને પૂર્ણ કરતા નથી.
ઓર્ગેનાઈઝરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ તથાકથિત પત્રકારોને આ બંગલા પુરોગામી સરકારે તેમની કથિત પત્રકારત્વની સેવાઓના બદલામાં લઘુત્તમ શરતો પૂર્ણ નહીં કરવા પર પણ ફાળવવામાં આવ્યા હતા. હવે જો કે તેઓ શરતો પુરી કરતા નથી, તો તેમને આ ફાળવણી સરકારના કોઈપણ નિયમના હિસાબથી આગળ વધારી શકાય તેમ ન હતી. માટે તેમના ત્યાં વસવાટ કરવું સ્પષ્ટપણે ગેરકાયદેસર હતું. માટે સરકારે આ પત્રકારોને બંગલા ખાલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સ્પષ્ટ છે કે આનાથી કાશ્મીરના અને તેની સાથે જોડાયેલા, પત્રકારત્વનો સમુદાય ખાસ નારાજ થઈ ગયો. તેમને આટલા વર્ષોથી પુરોગામી સરકારો પાસેથી મળતી સુવિધાઓની લત લાગી ગઈ હતી અને તેના કારણે આમ થવું સ્વાભાવિક પણ હતું. તેને કાણે આ સમુદાય વિશેષની સંસ્થા કાશ્મીર પ્રેસ ક્લબે નિવેદન જાહેર કરીને રાજ્ય પ્રશાસન એટલે કે કેન્દ્ર સરકાર પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે- એટલે કે તેમના હિસાબથી આ પત્રકારોએ જે બંગલા પર ગેરકાયદેસર કબજો કરી રાખ્યો હતો, તેને હટાવવાની કોશિશ તેમને પ્રતાડિત કરવાનું છે. તેમના હિસાબથી આ હેરાનગતિ એટલા માટે છે, જેથી કાશ્મીર ખીણના પત્રકાર એક લાઈન વિશેષને પકડીને રિપોર્ટિંગ કરે.
આ સમુદાય વિશેષવાળા પત્રકાર માત્ર કાશ્મીરના પત્રકારોના સમુદાય વિશેષ હોય, એવું પણ નથી. તેને રાષ્ટ્રીય સ્તરે પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા અને એડિટર્સ ગિલ્ડનું પુરું સમર્થન રહે છે.
અહીં આ પત્રકારો સંદર્ભે એ પણ જાણી લેવું જરૂરી છે કે આમાંથી ઘણાં માત્ર જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની ભાષા જ બોલી રહ્ય નથી, પરંતુ પાકિસ્તાનને ભારતની વિરુદ્ધ પ્રોપેગંડા માટે કાચો સામાન પણ પુરો પાડી રહ્યા છે અને ઘણાં તો થાળી સજાવીને જાણે કે ખીર પિરસી રહ્યા છે.
ઉદાહરણ તરીકે એનડીટીવીના નાઝીર મસૂદી, તેના શ્રીનગર ખાતેના કરવામાં આવેલા રિપોર્ટિંગના દમ પર ઈમરાન ખાનની પીટીઆઈ હિંદુસ્તાનને ગોળો બકતી રહી છે. મસૂદીએ કોઈપણ વીડિયો પુરાવા અથવા લોકોના નામ જણાવ્યા વગર દાવો કર્યો કે તેણે શ્રીનગરના સ્થાનિકો સાથે વાત કરી છે અને તેઓ બસ એ ઈન્તજારમાં છે કે સુરક્ષા વ્યવસ્થા ઢીલી થાય અને તેઓ હિંદુસ્તાન વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનના નામ પર જેહાદી હિંસા શરૂ કરે.
જેહાદ માટે આવનારા નાણાંની તપાસ દરમિયાન એનઆઈએએ પણ દાવો કર્યો હતો કે કાશ્મીર પ્રેસ ક્લબ અને કાશ્મીર એડિટર્સ ગિલ્ડના સદસ્યોમાં ઘણાં આઈએસઆઈ દ્વારા ફંડિંગ મેળવે છે. કાશ્મીરમાં અશાંતિ કોઈને કોઈ પ્રકારે સાબિત કરવા માટે, ત્યાં અશાંતિ ફેલાવવા માટે, ઘણાં પ્રકારના પ્રોપેગેંડા ઘણાં પ્રકારના ફેક ન્યૂઝ ત્યાના પત્રકારો દ્વારા ફેલાવાય રહ્યા છે. એક ખોટો નરેટિવ બનાવવાની કોશિશો થઈ રહી છે કે ભારતીય સુરક્ષાદળો કાશ્મીરમાં કથિતપણે અત્યાચાર કરી રહ્યા છે.