ઓનલાઈન ખરીદીને લઈને લોકોનો બદલાયો મિજાજ, હેલ્થકેર વસ્તુઓની માગ વધી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. બીજી તરફ લોકો પણ કોરોનાને ભયભીત બન્યાં છે. જેથી કોરોનાના સંક્રમણથી વચવા માટે સાવચેતીના તમામ પગલા ભરી રહ્યાં છે. એટલું જ નહીં રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદ તરફ વળ્યાં છે. ઓનલાઈન ખરીદી કરતા લોકો પણ અત્યારે મોજશોખની મોંઘી વસ્તુઓને બદલે હેલ્થકેર અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવી વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. આમ ઇમ્યુનિટી વધારતી ઔષધિઓની માંગમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે.
કોરોના મહામારીને પગલે ગુજરાતમાં લોકોની ખરીદશક્તિમાં મોટો ફેરફાર થયો હોવાનું ઈ-કોમર્સ કંપનીઓએ કરેલા તારણમાં સામે આવ્યું છે. લોકો માસ્ક, સેનેટાઇઝર, ઓકિસમીટર, બીપી મોનિટર, ગ્લોકોઝ મોનિટર સહિત હેલ્થકેરની વસ્તુઓ ઓનલાઈન ખરીદી કરી છે. આ ઉપરાંત જેઠીમધ, તજ, કાળા મરી અને લવિંગ સહિતની આયુર્વેદની ઇમ્યુનિટી વધારતી ચીજવસ્તુઓ માટાયાયે કરી રહ્યાં છે.
પહેલા લોકો મોંઘા કપડા, જૂતા, મોબાઈલફોન, ટીવી સહિતની વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરતા હતા. પરંતુ લોકો પોતોના આરોગ્યને લઈને વધુ સતર્ક બન્યાં હોય તેમ આયુર્વેદીક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત ફીટનેસના સાધનો પણ ઓનલાઈન ખરીદી કરી રહ્યાં છે. આ ઉપરાંત કોરોના મહામારીને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યાં છે. જેથી લોકો મોજશોખની મોંઘી વસ્તુઓ ખરીદી કરવાનું ટાળી રહ્યાં છે. ઓનલાઈનની સાથે સાથે માર્કેટમાંથી પણ લોકો તજ, સુંઠ પાઉડર, તજ સહિતની આયુર્વેદીક વસ્તુઓની ખરીદી કરી રહ્યાં છે.