1. Home
  2. revoinews
  3. KGF-2માં આવી રીતે દેખાશે સંજય દત્ત, નવો લુક થયો રિલીઝ
KGF-2માં આવી રીતે દેખાશે સંજય દત્ત, નવો લુક થયો રિલીઝ

KGF-2માં આવી રીતે દેખાશે સંજય દત્ત, નવો લુક થયો રિલીઝ

0
Social Share
  • કેજીએફ 2 થી સંજય દતનો ફર્સ્ટ લુક રિલીઝ
  • કેજીએફ 2 થી ‘અધીરા’નો ફર્સ્ટ લુક રિલીઝ
  • સંજય દત્તના જન્મદિવસ પર તેના ફેંસને ખાસ ભેટ
  • સંજય દત્તનો ખતરનાક લુક ફેંસને આવ્યો પસંદ
  • આ ફિલ્મ પાંચ ભાષાઓમાં થશે રિલીઝ

મુંબઈ: બોલિવૂડ એક્ટર સંજય દત્તે તેમના જન્મદિવસ પર ફેંસને એક ખાસ ભેટ આપી છે. તેની આગામી ફિલ્મ કેજીએફ 2 નો અધીરાનો લૂક રિલીઝ થઈ ગયો છે. ફિલ્મ ‘કેજીએફ 2’ પહેલાથી જ બહુ પ્રતીક્ષિત ફિલ્મ માનવામાં આવી રહી છે. તેને લઈ ફેંસ ખૂબ જ ઉત્સાહિત છે અને ટ્વિટર પર # KGF2 ટ્રેંડિંગ કરી રહ્યું છે.

આ ફિલ્મમાં સંજય દત્તનો ખતરનાક લુક ફેંસને પસંદ આવી રહ્યો છે અને ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે એમ પણ જણાવ્યું છે કે આ ફિલ્મ પાંચ ભાષાઓ હિન્દી, કન્નડ, તમિલ, તેલુગુ અને મલયાલમમાં રિલીઝ થશે.

રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સહિતના નિર્માતાઓએ ઘોષણા કરી હતી કે તેઓ 29 જુલાઈ 2020ના રોજ ‘અધીરા’ નો લૂક રજૂ કરશે. અભિનેતા સંજય દત્તનો જન્મદિવસ પણ 29 જુલાઇએ છે, આ ખાસ પ્રસંગે ફિલ્મનો પહેલો લુક રજૂ કરવામાં આવ્યો છે.

હાલમાં થોડા સમય પહેલા અધીરાના લુકનું સ્કેચ ખૂબ વાયરલ થયું હતું અને આ સાથે ફેંસનો ઉત્સાહ ચરમસીમાએ હતો. અને હવે 29 જુલાઈના રોજ અનાવરણ સાથે તે બધા કેજીએફના ફેંસ માટે ચોક્કસપણે યાદગાર દિવસ હશે.

રોકિંગ સુપરસ્ટાર્સ યશ, સંજય દત્ત, રવિના ટંડન જેવા કલાકારોની કેજીએફ 2 માં શાનદાર ભૂમિકા છે. વિજય કિરાગંદુર દ્વારા નિર્મિત અને પ્રશાંત નીલ દિગ્દર્શિત કેજીએફ 2 એક્સેલ એન્ટરટેનમેન્ટ સહિતના જાણીતા નામો દ્વારા રજૂ કરવામાં આવશે અને કન્નડ, તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દીમાં રિલીઝ થનારી બહુભાષીય ફિલ્મ છે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code