- પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત
- 230 આતંકી ઘૂસણખોરીની ફિરાકમાં
- જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અસરહીન
નવી દિલ્હી : રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ફરી એકવાર પાકિસ્તાનની નિયત પર શંકા વ્યક્ત કરતો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે 230 પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાને પોતાની નાપાક હરકતોને પાર પાડવા માટે સીમા પારના 20 કિલોમીટરના વિસ્તારમાં સંચાર ટાવર પણ સ્થાપિત કર્યા છે. એનએસએ ડોભાલે સ્પષ્ટ કર્યં છે કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહીત કરીને જમ્મુ-કાશ્મીરમાં સમસ્યાઓ પેદા કરવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ અમે પાકિસ્તાની આતંકવાદીઓથી જમ્મુ-કાશ્મીરના લોકોના જીવનની સુરક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
એનએસએ અજિત ડોભાલે કહ્યુ છે કે સીમા પારથી ઘૂસણખોરીની ફિરાકમાં રહેલા આતંકીઓ જોવામાં આવ્યા છે. તેમાથી કેટલાક ઘૂસણખોરી કરી ચુક્યા છે, તો કેટલાકને ઝડપી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાન સીમા પાર સ્થાપિત કરવામાં આવેલા દૂરસંચાર ટાવરોથી પ્રેષિત કેટલાક સંદેશાઓને આંતરવામાં આવ્યા છે. આ સંદેશાઓથી ખુલાસો થાય છે કે જમ્મુ-કાશ્મીરના મામલા પર પાકિસ્તાનનો ખળભળાટ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. આ સંદેશાઓમાં આતંકવાદીઓના પાકિસ્તાનમાં બેઠેલા આકા તેમને કંઈક કરી બતાવવા માટે લલકારતા દેખાઈ રહ્યા છે. એક સંદેશામાં આતંકવાદીઓને કહેવામાં આવ્યું છે કે સફરજનથી ભરેલા કેટલા બધાં ટ્રકોના આવાગમન થઈ રહ્યા છે, શું તમે તેને રોકી શકતા નથી? તેના પર ડોભાલે પાકિસ્તાની સેનાને કહ્યુ છે કે શું તમે આને રોકી શકશો નહીં? શું તમને અમે બંગડીઓ મોકલી દઈએ?
આતંકવાદઓની ઘૂસણખોરીથી આગાહ કરતા એનએસએએ એમ પણ કહ્યુ કે કેન્દ્ર સરકાર કાશ્મીરી આવામની પાકિસ્તાની આતંકવાદીઓથી જાનમાલની સુરક્ષા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. તેના માટે ભલે અમારે પ્રતિબંધ કેમ લાગુ કરવા પડે નહીં. તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે પાકિસ્તાનની પાસે આતંકવાદીઓ દ્વારા જ ગડબડ ફેલાવવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે.
તેની સાથે જ એનએસએ અજિત ડોભાલે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહ્યું છે. રાજ્યના ભૌગોલિક ક્ષેત્રના 92.5 ટકા વિસ્તારમાંથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના 199 પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી માત્ર 10માં જ પ્રતિબંધ લાગુ છે. રાજ્યમાં 100 ટકા લેન્ડલાઈન સેવાઓને બહાલ કરી દેવામાં આવી છે. તેમણે કહ્યુ છે કે તે સંપૂર્ણપણે આશ્વસ્ત છે કે મોટાભાગના કાશ્મીરી અનુચ્છેદ-370ના હટવાના ટેકામાં છે. તેમના પ્રમાણે, રાજ્યના લોકો સરકારના નિર્ણયને બહેતરી,આર્થિક ખુશહાલી અને રોજગારના અવસરો તરીકે જોઈ રહ્યા છે.