કોરોના સંકટમાં હવે એભિનેતા ઋતિક રોશન પણ મદદે આવ્યાઃ- ‘હેલ્પ ઈન્ડિયા બ્રીથ’ અભિયાન અંતર્ગત આટલા લાખનું કર્યુ દાન
- ઋતિક રોશન કોરોનાના દર્દીની મદદે
- 15 હજાર ડોલરનું દાન કર્યું
મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, દેશમાં કોરોનાએ તબાહિ મટાવી છે, આવી સ્થિતિમાં સરકાર તો જનતાની મદદ કરી જ રહી છે પરંતુ તે ઉપરાંત આ સંકટ સામે અનેલ લોકો પણ જનતાની મદદે આવી રહ્યા છે, બોલિવૂડ અભિનેતાઓ પણ કોરોનાના દર્દીઓ માટે કંઈકને કંઈક મદદ કરી પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે અભિનેતા રિતિક રોશને પણ કોરોના સામેની જંગમાં સહાયક હાથ લંબાવ્યો છે. તેણે આ માટે 15,000 ડોલર એટલે કે લગભગ 11.10 લાખ રૂપિયા દાન કર્યા છે.
અભિનેતાએ આ પૈસા આંતરરાષ્ટ્રીય લેખક અને પોડકાસ્ટર જય શેટ્ટી દ્વારા ભારતને મદદ કરવાના હેતુંથી ચલાવવામાં આવેલા અભિયાનમાં આપ્યા છે. જય શેટ્ટીએ હેલ્પ ઈન્ડિયા બ્રીથ નામના એક ભંડોળ એકત્ર કરવાની શરુાત કરી હતી જેનું લક્ષ્ય કોરોના સામેના યુદ્ધમાં ભારત માટે એક મિલિયન ડોલર એકત્ર કરવાનું છેઉલ્લેખની. છે કે, પ્રિયંકા ચોપરા સાથે વિલ સ્મિથ, શોન મેન્ડેઝ, જય શેટ્ટી, એલેન ડીજેનેરેસ, કમિલા કાબેયો અને અન્ય લોકોએ અનેક લોકોને મદદની અપીલ કરતા સહાય મેળવવા માટે આ ભંડોળ એકત્રિત કરવાનું કામ શરૂ કર્યું છે.
સ્મિથ ફેમિલીએ 50 હજાર, એલને 59 હજાર , શોનને 50 હજાર, કેમિલા 6 હાજર , જેમી કેરેન લિમાને ,100 હજાર અને બ્રેન્ડન બુર્ચાર્ડે 50 હજાર ડોલરનનું યોગદાન આપ્યું છે. જેના વિશે ખુદ જય શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી.
આ સાથે જ જય શેટ્ટના સાથે પ્રિયંકા ચોપડા તેનો પતિ નિક જોન્સે પણ ગિવ ઈન્ડિયા સાથે મળીને ભંડોળ ભેગું કરવાની શરુઆત કરી છે,પ્રપિયંકા પણ લોકોને અપીલ કરી મદદ કરવા માટે ફંડ એકત્રીત કરી રહી છે,વિતેલા દિવસોમાં યૂએસ રાષ્ટ્રપતિને પણ તેણે મદદ માટે અપીલ કરી હતી, આ અભિયાન હેઠળ શાહીદ કપુર ત્મની પત્ની મીરા, તાપસી પન્નુ, સલમાન ખાન અને સોનુ સૂદ સહીતના કેટલાક સેલેબ્સએ મદદ કરી છે.