1. Home
  2. revoinews
  3. રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું
રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું

રાહુલ જ નહી, હરિયાણાના સીએમનું બયાન પણ UN માં પાકિસ્તાનનું સબુત બન્યું

0
Social Share

જમ્મુ-કાશ્મીરના મામલે પાકિસ્તાનનો UN ને લેટર

રાહુલ ગાંઘીના ભાષણનો લેટરમાં ઉલ્લેખ

હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરનું નામનો પણ સમાવેશ

સાથે સાથે ગુગલ સર્ચનો હવાલો આપવામાં આવ્યો

પાકિસ્તાન દ્રારા  લેટરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કરવા પર ભારતીય જનતા પાર્ટી વળતા પ્રહારના મૂડમાં છે,પરંતુ  લેટરમાં પાકિસ્તાને માત્ર રાહુલ ગાંધીનું જ નામ નહી પરંતુ હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર,જમ્મુ કાશ્મીરની મુખ્ય મંત્રી મહબૂબા મૂફ્તીના ટ્વિટનો પણ ઉલ્લેખ કર્યો છે.

પાકિસ્તાનને જમ્મુ કાશ્મીરના મામલે એક પણ દેશ તરફથી સાથ ન મળતા હવે પાકિસ્તાન બધી રીતે બોખલાયુ છે.જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર, પાકિસ્તાન અનેક રસ્તાઓ અપનાવી રહ્યું છે. કલમ-370 હટાવવાની બાબતે ફરી એકવાર પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને એક પત્ર લખ્યો છે અને આ પત્રમાં ભારત પર જમ્મુ કાશ્મીરમાં માનવાધિકારના ઉલ્લંઘન કરવાના આરોપ લગાવ્યા છે આ પત્રમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનનો ઉપયોગ કરવા બદલ ભારતીય જનતા પાર્ટી ઉપર પાકિસ્તાન દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે, પરંતુ આ પત્રમાં માત્ર રાહુલ ગાંધી જ નહીં હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ટ્વીટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પાકિસ્તાન સરકારમાં માનવઅધિકાર મંત્રી શિરીન માઝરીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તે લેટરને પોસ્ટ કર્યો છે,જેમાં પાકિસ્તાન દ્રારા સંયૂક્ત રાષ્ટ્રમાં લખવામાં આવ્યો છે,આ લેટરમાં પાકિસ્તાને ધણા આરોપ લગાવ્યા છે અને સંયૂક્ત રાષ્ટ્ર દ્રારા આના સામે પગલા લેવોનું સુચન પમ પાકિસ્તાને કર્યું છે.

આ પત્રમાં પાકિસ્તાન તરફથી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના બયાનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે બયાન તેમએ તેમણે 10 ઓગસ્ટ 2019 ના રોજ આપ્યુ હતુ. ખટ્ટરે એક નિવેદન આપ્યું હતું કે , ‘પહેલા પુત્રવધૂ બિહારથી લાવવામાં આવતી હતી, પરંતુ હવે અમે પુત્રવધૂને કાશ્મીરથી લાવીશું.’ જો કે, ત્યાર પછી તેમણે પોતાનું નિવેદન સ્પષ્ટ કર્યું અને લિંગ રેશિયાને વચ્ચે લાવ્યા.

પાકિસ્તાને 6  ઓગસ્ટ 2019 ના રોજ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિક્રમ સૈનીના નિવેદનનો પણ સમાવેશ કર્યો હતો. વિક્રમ સૈનીએ કહ્યું હતું કે હવે પાર્ટીના મુસ્લિમ કાર્યકરો કાશ્મીરની ગોરી છોકરીઓ સાથે લગ્ન કરી શકે છે.

પાકિસ્તાને પોતાની ફરીયાદમાં જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના કેટલાક ટ્વિટનો પણ સમાવેશ કર્યો છે,જે તેમણે 5 ઓગસ્ટના રોજ ટ્વિટ કર્યુ હતું,જ્યારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370ને હટાવાય હતી,તેણે આ દિવસને ભારત માટે કાળો દિવસ ગણાવ્યો હતો.

સાથે સાથે પાકિસ્તાને કેટલાક મીડિયા રિપોર્ટનો પણ હવાલો આપ્યો છે,પાકિસ્તાને ગુગલ સર્ચની પણ વાત કરી છે, જેમાં 5 ઓગસ્ટ પછી‘How to marry Kashmiri Women’ ને લોકો દ્રારા ખુબ સર્ચ કરવામાં આવ્યું હતુ તે વાતને પણ પાકિસ્તાને મુદ્દો બનાવ્યો છે આ સાથે જ પાકિસ્તાને આ  અહેવાલમાં રાહુલ ગાંધીના નિવેદનનો પણ સમાવેશ કર્યો છે. આ પત્રમાં લખ્યું છે કે કલમ-370  હટાવ્યા બાદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને લોકોની મોતનો ઉલ્લેખ કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code