નવી દિલ્હી : આર્થિક વિશ્લેષકો અને આંતરરાષ્ટ્રીય નાણાંકીય વિશેષજ્ઞોનું માનીએ તો દુનિયા પર ફરી એકવાર આર્થિક મંદીનો ઓછાયો મંડરાય રહ્યો છે. આના સંદર્ભે આગાહ કરતા નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે પણ શુક્રવારે ક્હ્યુ છે કે ભારતે ગત 70 વર્ષમાં આવી અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કર્યો નથી. આખી નાણાંકીય પ્રણાલી જોખમમાં છે અને કોઈ કોઈના પર ભરોસો કરી રહ્યું નથી. જો કે તેમમે એ પણ ભરોસો વ્યક્ત કર્યો છે કે સરકાર યોગ્ય સમયે એકસાથે ઘણાં પગલા ઉઠાવશે, જેનાથી ભારતીય ઈકોનોમીમાં નવો પ્રાણવાયુ પૂંકાશે અને તેને ઝડપથી દોડાવી શકાશે.
રાજીવ કુમારે અર્થવ્યવસ્થામાં સુસ્તીની સ્થિતિ માટે કંઈપણ વિચાર્યા વગર આપવામાં આવેલા કર્જને જ જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યુ છે કે 2009-14ના સમયગાળા દરમિયાન વિચાર્યા-સમજ્યા વગર કર્જ આપવામાં આવ્યા. તેનાથી 2014 બાદ નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએ વધી છે. આના કારણે જ બેંકોની નવા કર્જની ક્ષમતા ઘટી છે. આ ઉણપની ભરપાઈ બિનબેન્કિંગ નાણાંકીય કંપનીઓ એટલે કે એનબીએફસીએ કરી છે. તેમના કર્જમાં 25 ટકાનો વધારો થયો છે. જો કે તેમણે એમ પણ કહ્યુ છે કે નાણાંકીય ક્ષેત્રમાં દબાણથી નિપટવા અને આર્થિક વૃદ્ધિની ગતિ માટે કેન્દ્રીય બજેટમાં કેટલાક પગલાની ઘોષણા થઈ ચુકી છે.
રાજીવ કુમારે આગળ કહ્યુ છે કે આજ કોઈપણ કોઈના પર ભરોસો કરતું નથી. પ્રાઈવેટ સેક્ટરની અંદર કોઈપણ કર્જ આપવા માટે તૈયાર નથી. દરેક રોકડ દબાવીને બેઠું છે. તેની સાથે જ રાજીવ કુમારે સરકારને લીકથી હટીને કેટલાક પગલા ઉઠાવવાની સલાહ આપી છે. રાજીવ કુમાર પ્રમાણે નોટબંધી, જીએસટી અને આઈબીસી (દેવાળિયા સંદર્ભેનો કાયદો)ના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા લગભગ 35 ટકા કેશ ઉપલબ્ધ થતી હતી, જે હવે ઘણી ઓછી થઈ ચુકી છે. આ તમામ કારણોથી સ્થિતિ ઘણી જટિલ થઈ ચુકી છે.