નિર્મલા સીતારમણનું અર્થશાસ્ત્ર છે જે ખરાબ કર્યું તે બીજાએ કર્યું, તો જનતાએ તમને શા માટે ચૂંટયા છે? : કૉંગ્રેસ
કોંગ્રેસના નેતા સિંઘવીનો મોદી સરકારને સવાલ
પાચં હજાર ડોલર પર કેવી રીતે પહોંચશે ઈકોનોમી?
સિંઘવીએ નિર્મલા સીતારમણના સ્પષ્ટીકરણ પર કર્યો કટાક્ષ
વાહનોના વેચાણમાં ઘટાડાને ઓલા અને ઉબર સાથે સાંકળતા નિવેદનને લઈને કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ બુધવારે કહ્યુ છે કે જ્યારે આ બંને કેબ સેવા આપનારી કંપનીઓએ આટલું કામ ચોપટ કર્યુંછે, તો પછી દેશની અર્થવ્યવસ્થા પાંચ હજાર અબજ ડોલરના આંકડાને કેવી રીતે પાર કરશે. સિંઘવીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે મોદીનું અર્થશાસ્ત્ર છે કે જે કંઈ સારું છે, તે અમે કર્યું છે. નિર્મલા સીતારમણનું અર્થશાસ્ત્ર છે કે જે ખરાબ છે તે બીજાએ કર્યું છે. પછી તમને જનતાએ શા માટે ચૂંટયા છે?
તેમણે કટાક્ષ કરતા સવાલ કર્યો છે કે મોદીજીના ટ્વિટર ફોલોઅર પાંચ કરોડ પાર, અર્થવ્યવસ્થા કરશે પાંચ હજાર અબજ ડોલરને પાર, પરંતુ કેવી રીતે? યુવાને મળી રહ્યો નથી રોજગાર, શું તેના માટે પણ તમે ઠેરવશો વિપક્ષને જવાબદાર? ઓલા, ઉબરે બધું કર્યું ચોપટ.
મહત્વપૂર્ણ છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે કહ્યુ છેકે ઓટો સેક્ટરમાં મંદીના કારણોમાં યુવાવર્ગના વિચારમાં પરિવર્તન પણ છે, કારણ કે લોકો હવે ખુદનું વાહન ખરીદીને માસિક હફ્તો આપવાના સ્થાને ઓલા અને ઉબર જેવી ઓનલાઈન ટેક્સી સેવા પ્રદાતાઓ દ્વારા વાહનોનાં બુકિંગને મહત્વ આપી રહ્યા છે. નાણાંપ્રધાને કહ્યુ છે કે આજકાલ લોકો કાર ખરીદવાના સ્થાને ઓલા અને ઉબરને મહત્વ આપી રહ્યા છે. તેના સિવાય તેમણે માઈન્ડસેટમાં પરિવર્તન અને બીએસ-6 મોડલને પણ જવાબદાર ઠેરવ્યું છે.
સીતારમણે કહ્યુ છે કે આજકાલ લોકો કાર ખરીદીને ઈએમઆઈ ભરવાના સ્થાને મેટ્રો અથવા ઓલા ઉબરથી સફર કરવાને વધારે મહત્વ આપે છે. મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થવાને લઈને તેઓ પત્રકાર સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘટાડો ગંભીર સમસ્યા છે અને તેનો ઉકેલ કાઢવો જોઈએ.